મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

47 વર્ષ બાદ ફરી ભયાનક વાવાઝોડાની આગાહીથી ફફડાટ! શાળા-કોલેજો બંધ, 'લૉકડાઉન' જેવી સ્થિતિ

પૂર્વી એશિયાઈ દેશ તાઈવાનની સરકાર અત્યારે ભયભીત છે. તેણે

47 વર્ષ બાદ ફરી ભયાનક વાવાઝોડાની આગાહીથી ફફડાટ! શાળા-કોલેજો બંધ, 'લૉકડાઉન' જેવી સ્થિતિ

પૂર્વી એશિયાઈ દેશ તાઈવાનની સરકાર અત્યારે ભયભીત છે. તેણે બુધવારે રાજધાની તાઈપે સહિત દેશના મોટા ભાગમાં શેરબજાર સહિત તમામ ઓફિસો, શાળાઓ અને કોલેજો બંધ કરી દીધી છે. સરકારને ડર છે કે, 47 વર્ષ પહેલા એટલે કે 1977માં જે વિનાશ થયો હતો તે ફરી એકવાર દેશમાં ફરી શકે છે. હવામાનની આગાહીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, આ એક તોફાન છે, જે મોટી તબાહી મચાવી શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે, ક્રેથોનના દરિયાકાંઠે ભારે તોફાની મોજાઓ ઉછળશે અને મુશળધાર વરસાદ પણ પડશે. તાઈવાનના કાઉશુંગની સરકારે લોકોને ઘરમાં રહેવા અને સમુદ્ર, નદીઓ અને પર્વતોથી દૂર રહેવાની સલાહ આપી છે.

સરકારે ચેતવણી આપી છે કે, 1977ના થેલ્મા તોફાન જેવું જ દ્રશ્ય ફરી જોવા મળી શકે છે. ત્યારે દરિયાઈ તોફાનના કારણે તાઈવાનમાં 37 લોકોના મોત થયા હતા. એટલું જ નહીં આ ઘટનામાં 27 લાખની વસ્તી ધરાવતું શહેર તબાહ થઈ ગયું હતું. તાઇવાનમાં વારંવાર તોફાન આવતા રહે છે, પરંતુ તે સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરના સામેના પર્વતીય અને ઓછી વસ્તીવાળા પૂર્વ કિનારે આવે છે. આ વખતે આ વાવાઝોડું ક્રેથોન ટાપુના સપાટ પશ્ચિમી મેદાનમાં ત્રાટકે તેવી શક્યતા છે.

તબાહી મચાવશે તોફાન?

તાઇવાનના હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે, વાવાઝોડું ગુરુવારે સવારે કાઉશુંગ અને તેના પડોશી શહેર તાઇનાનની વચ્ચે ત્રાટકે તેવી ધારણા છે. જે પછી તે પશ્ચિમ કિનારે થઈને રાજધાની તાઈપે તરફ આગળ વધશે. તાઇવાનના તમામ શહેરોમાં બુધવારે એક દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. એવું નોંધવામાં આવ્યું હતું કે, તાઇવાનમાં ડઝનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તેમજ સ્થાનિક ફ્લાઇટ્સ એક દિવસ માટે રદ કરવામાં આવી છે.

સરકારે કરી તૈયારી

તાઇવાનના હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડું નબળું પડી ગયું છે, પરંતુ તોફાનના મોજા, જોરદાર પવન અને વરસાદનો ખતરો યથાવત છે. તે ધીમે-ધીમે તાઈવાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં ટાયફૂન ગેમી ખૂબ જ ગંભીર હોવાને કારણે, આ વખતે દરેક વ્યક્તિ વધુ સજાગ અને તૈયાર છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે તોફાનનો સામનો કરવા માટે 38 હજાર સૈનિકોને સ્ટેન્ડબાય પર રાખ્યા છે.

વાવાઝોડાની અસર

મળતી માહિતી મુજબ, ક્રેથોન ચક્રવાત તાઇવાનની તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડા પહેલાં લાઇવાનના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્ટેટ હાઇવે 9 પર ભૂસ્ખલન પણ જોવા મળ્યું હતું. યિલાન કાઉંટીમાં સુઆઓ અને હુઆલિએનમાં ચોંગડેની વચ્ચે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયું છે. હુઇડે ટનલ પાસે ઘણાં વાહનો ફસાઈ હયાં છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિની ખબર સામે નથી આવી.

આ સમાચાર શેર કરો