મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ખોદકામમાં ખૂલ્યા માયા સંસ્કૃતિથી પહેલાના રહસ્ય, નહેરો દ્વારા કરવામાં આવતી હતી આવી વ્યવસ્થા

આજની અદ્યતન ટેક્નોલોજી અને મશીનો જોઈને ખ્યાલ આવે છે કે હજારો વર્ષ પહેલા લોકોનું જીવન કેટલું મુશ્કે

ખોદકામમાં ખૂલ્યા માયા સંસ્કૃતિથી પહેલાના રહસ્ય, નહેરો દ્વારા કરવામાં આવતી હતી આવી વ્યવસ્થા

આજની અદ્યતન ટેક્નોલોજી અને મશીનો જોઈને ખ્યાલ આવે છે કે હજારો વર્ષ પહેલા લોકોનું જીવન કેટલું મુશ્કેલ હશે. જો કે, માનવીઓ હજારો વર્ષોથી સર્જન કરી રહ્યા છે અને તેમના જીવનને સરળ બનાવવા માટે નવી રીતો શોધી રહ્યા છે. તાજેતરમાં મધ્ય અમેરિકાના યુકાટનમાં માયા સભ્યતાના કેટલાક નિશાન જોવા મળ્યા છે.

કેનાલમાં માછલી પકડવાની પણ હતી વ્યવસ્થા

શુક્રવારે સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, પુરાતત્વવિદોએ શોધી કાઢ્યું છે કે માયા સભ્યતા પહેલા પણ માનવીએ 4 હજાર વર્ષ પહેલા જમીનમાં નહેરોનું નેટવર્ક બિછાવી દીધું હતું. તેનો ઉપયોગ માછીમારી માટે થતો હતો. યુનિવર્સિટી ઓફ હેમ્પશાયરના સંશોધક એલેનોર હેરિસન બકે જણાવ્યું હતું કે, હવાઈ છબી દ્વારા આ નહેરોને ઓળખવી ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું.

આ પછી ટીમે બેલીઝ ક્રુક્ડ ટ્રી વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીમાં ખોદકામનું કામ શરૂ કર્યું. આ પછી પ્રાચીન નહેરોની શોધ થઈ. ખોદકામમાં જાણવા મળ્યું કે કેનાલો મોટા તળાવો સાથે જોડાયેલી હતી. કેનાલમાં ટૂંકા અંતરે તીરના આકાર બનાવવામાં આવ્યા હતા. જેમાં લાકડાની જાળ બનાવવામાં આવી હતી જેમાં માછલીઓ ફસતી હતી. 

આ કેનાલ 4 હજાર વર્ષ પહેલા અર્ધ-વિચરતી યુગના લોકોએ બનાવી હતી 

સંશોધકોએ જણાવ્યું કે આ કેનાલ નેટવર્ક 4 હજાર વર્ષ પહેલા અર્ધ-વિચરતી યુગના લોકોએ બનાવ્યું હતું. આ નહેરોનો ઉપયોગ લગભગ 1000 વર્ષ સુધી થતો હતો. જ્યારે માયા સંસ્કૃતિની શરૂઆત થઈ, ત્યારે કૃષિ કાયમી ધોરણે શરૂ થઈ. નિષ્ણાતો કહે છે કે લોકો લાંબા સમયથી પોતાની સુવિધા માટે મકાન બનાવી રહ્યા હતા. આ નહેરો તેનું ઉદાહરણ છે.

તે જ સમયે, માયા સંસ્કૃતિના લોકોએ ખૂબ જ આકર્ષક બાંધકામો કર્યા. આ સંસ્કૃતિમાં મંદિરો, રસ્તાઓ, પિરામિડ અને ઇમારતો બનાવવામાં આવી હતી. આ ઉપરાંત માયા સભ્યતાના લોકો લેખન, વાંચન, ખગોળશાસ્ત્ર અને ગણિતથી પણ પરિચિત હતા. નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તે પહેલા પણ લોકો અદ્યતન હતા અને શક્ય છે કે તેઓ પાછળથી માયા સભ્યતામાં વિકસ્યા હોય.

આ સમાચાર શેર કરો