અમેરિકામાં શૂટઆઉટ:ડ્રગ્સ માફિયા સુનીલ યાદવની હત્યા; ગુજરાતમાં 300 KG ડ્રગ્સ વેચવાનો હતો આરોપ
અમેરિકાના કેલિફોર્નિયામાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગે એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. સુનીલ યાદવ ઉર્ફ ગોલીની ગોળી મ

અમેરિકાના કેલિફોર્નિયામાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગે એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. સુનીલ યાદવ ઉર્ફ ગોલીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સુત્રો અનુસાર આ હત્યાકાંડની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેન્ગે લીધી છે. સુનીલને ડ્રગ્સ તસ્કરીનો મોટો ખેલાડી માનવામાં આવતો હતો જે પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો મેળવી વિશ્વભરમાં વેચતો હતો. સુનીલ યાદવ 2 વર્ષ પહેલા ફેક પાસપોર્ટ દ્વારા અમેરિકા ભાગી ગયો હતો. સુનીલ યાદવ અબોહર ફાજિલ્કાનો હતો. સુનીલ યાદવ પહેલા લોરેન્સ ગેન્ગ સાથે જ જોડાયેલો હતો.
બિશ્નોઇ ગેન્ગે ડ્રગ્સ માફિયાને ઉતાર્યો મોતને ઘાટ
સુની યાદવ એક મોટો ડ્રગ્સ માફિયા હતો જે ઇન્ટરનેશનલ લેવલ પર કામ કરતો હતો. પહેલા દૂબઇ અને પછી અમેરિકામાં તેનો બિઝનેસ હતો. રાજસ્થાન પોલીસે સુનીલ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. રાજસ્થાન પોલીસે દૂબઇમાં સુનીલ યાદવના સહયોગીની ત્યાંની એજન્સી પાસેથી ધરપકડ કરાવી હતી. સુનીલ યાદવનું બીજુ નામ ગોલી વરયામ ખેડા છે. સુનીલ યાદવની પહેલા રાજસ્થાન પોલીસે ગંગાનગમાં પંકજ સોની હત્યાકાંડમાં ધરપકડ કરી હતી.
રોહિત ગોદારાએ લીધી જવાબદારી
રોહિત ગોદારાએ આ ઘટનાની જવાબદારી લીધી છે. રોહિત ગોદારાનાનામથી એક કથિત પોસ્ટ સામે આવી છે જેમાં તેને ઘટનાની જવાબદારી લીધી છે.
આ પણ વાંચો: ઇઝરાયેલે લીધી હમાસ નેતા હાનિયાના મોતની જવાબદારી, ઇરાન સાથે યુદ્ધના ભણકારા
કોઇ પણ હોય તેનો હિસાબ જરૂર થશે- રોહિત ગોદારા
રોહિત ગોદારા તરફથી કહેવામાં આવ્યું કે પંજાબ પોલીસ સાથે મળીને અમારા ભાઇ અંકિત ભાદૂનું એન્કાઉન્ટર કરાવડાવ્યું, જેનો બદલો અમે લીધો છે અને જે પણ લોકો તેમાં સામેલ છે પછી કોઇ પણ હોય બધાનો હિસાબ થશે. ભાઇઓ તેને પંજાબ, હરિયાણા, રાજસ્થાના યૂથને નશામાં ધકેલ્યા હતા. આ પોલીસ સાથે મળીને ડ્રગ્સ વેચે છે, તેમના ઉપર ગુજરાતમાં 300 KG ડ્રગ્સ વેચવાનો આરોપ છે.








