ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીને થયું 4 અબજ ડોલરનું નુકસાન, મસ્કની મિત્રતાના ચક્કરમાં લાગ્યો ઝટકો
અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર આંચકો લાગ્યો છે. ટ્રમ્પની

અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર આંચકો લાગ્યો છે. ટ્રમ્પની આ કંપનીના શેરમાં છેલ્લા 8 દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વાપસી બાદ મંગળવારે ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપના શેરમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ મીડિયાના શેર 4% થી વધુ ઘટીને 21.33 ડોલરના નીચલા સ્તરે આવ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી માર્કેટમાં ટ્રમ્પને મળી રહેલા ઝટકાથી એવી આશંકાને વેગ મળ્યો છે કે, આગામી પ્રમુખ પદની ચૂંટણી ટ્રમ્પ જીતશે કે નહીં. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ ટ્રમ્પ મીડિયા અને ટેક્નોલોજી ગ્રુપના શેરના ભાવમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. પરંતુ હવે આ શેર ડાઉન થઈ રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પ મીડિયાએ ત્રિમાસિક ગાળામાં 16.4 મિલિયન ડોલરની ખોટ સહન કરી. આ વર્ષની શરૂઆતમાં 8 બિલિયન ડોલર કરતાં વધુનું માર્કેટ વેલ્યુ ધરાવતી કંપનીનું બજાર મૂલ્ય લગભગ 4.3 બિલિયન ડોલરે પહોચી ગયું છે.
ટ્રમ્પ લગભગ એક વર્ષ પછી ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પાછા ફર્યા હતા. આ પછી તેણે ઈલોન મસ્ક સાથે ઈન્ટરવ્યુ પણ કર્યો હતો. ટ્વિટર પરથી સસ્પેન્ડ થયા બાદ ટ્રમ્પે તેમનું નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું.
ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે શું કહ્યું?
આ ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે બાઈડેન, કમલા હેરિસ અને વિશ્વભરમાં અનેક મોરચે લડાઈ રહેલા યુદ્ધો વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે તેમના પર થયેલા હુમલા અંગેની પણ વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, આ હુમલા પછી મારી ભગવાનમાં શ્રદ્ધા વધુ વધી છે.






