મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

US Birthright Citizenship કાનૂન દૂર કરવા ડોનાલ્ડ ટ્રમ્પનો મક્કમ નિર્ધાર, લાખો ભારતીયને થઈ શકે છે અસર 

અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના વતનીઓને વચન આપ્યું હતું કે તે

US Birthright Citizenship કાનૂન દૂર કરવા ડોનાલ્ડ ટ્રમ્પનો મક્કમ નિર્ધાર, લાખો ભારતીયને થઈ શકે છે અસર 

અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના વતનીઓને વચન આપ્યું હતું કે તેઓ પદ ગ્રહણ કર્યા પછી તુર્ત જ નાગરિકત્વ મળે તે કાનૂન દૂર કરવા માગે છે. પરંતુ તેમ કરવામાં તેઓને  કપરા ચઢાણ કરવા પડે તેમ છે. કારણ કે અમેરિકાના સંવિધાનમાં કરાયેલા 14મો સુધારો જે 1924 માં કરવામાં આવ્યો હતો તેમાં અમેરિકામાં જન્મેલું બાળક સહજ રીતે જ અમેરિકાનું નાગરિક બની જાય છે. તેમાં ગેરકાયદે પણ ઘૂસેલાઓનું બાળક પણ જો અમેરિકામાં જન્મ્યું હોય તો તે અમેરિકાનું નાગરિક બની રહે છે.

આનો ગેરલાભ લઇ ઘણા પ્રવાસીઓ સગર્ભા મહિલાઓ સાથે આવે છે અને યુ.એસ.માં જ બાળકને જન્મ આપે છે જેથી તે બાળક સહજ રીતે જ અમેરિકાનું નાગરિક બની રહે છે. આથી અમેરિકા જઇ વસેલા મૂળ અમેરિકા કરતાં અન્ય દેશવાસીઓની વસતી વધી જવા સંભવ છે. 1924 થી અમેરિકાએ અમેરિકામાં જન્મેલાં બાળકોને સત્તાવાર રીતે અમેરિકન ગણવા નિર્ણય લેવાયો હતો.

આ પ્રમાણે અમેરિકાની મુલાકાતે આવેલાં ચીની દંપતી પૈકી ચીની મહિલાઓ એક બાળકને જન્મ આપ્યો. તેનું નામ હતું વોન્ગ કીમ આર્ક તે સહજ રીતે જ અમેરિકન નાગરીક બની ગયો. તેનાં નાગરિકત્વને કોર્ટે મંજૂર પણ કર્યું.

સંવિધાનનો 24 મો સુધારો ગોરા કાળા કે બ્રાઉન કે યલો સર્વેને નાગરિકત્વ આપે છે

અમેરિકાનાં સંવિધાનમાં 24 મો સુધારો તો અમેરિકામાં જન્મેલા તમામ ગોરા કાળા કે બ્રાઉન કે યલો તે સર્વેને નાગરિકત્વ તો આપે જ છે. હવે તે અટકાવવા ટ્રમ્પ શું કરશે કે કરી શકે તે પ્રશ્ન છે. તેઓે રવિવારે એક મુલાકાતમાં કહ્યું હતું કે તેઓ એવો કાનૂન લાવવા માગે છે કે તે નવ જાત શિશુનાં માતા-પિતા પૈકી એક તો અમેરિકાનું નાગરિક હોવું જ જોઇએ. આ સાથે તેઓએ કહ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલાઓને પાસપોર્ટ નહીં મળે. સોશિયલ સિક્યુરિટી નંબર પણ નહીં મળે તેમ જ ટેક્ષપેયર્સને મળતી કેટલીક મૂળભૂત મુક્તિઓ પણ નહીં મળે.

આ પણ વાંચો : US/ ભારતીય મૂળના હરમીત ધિલ્લોન કોણ છે? જેમને ટ્રમ્પે સોંપી છે મોટી જવાબદારી

ટ્રમ્પના આ વિચારને સમર્થન આપતાં લીગલ સેન્ટર ફોર ઇમીગ્રેશન સ્ટડીઝના એન્ડ્રુયુ આર્થરે જણાવ્યું હતું કે વસાહત વિષે 1924 માં સંવિધાનમાં કરાયેલા ફેરફાર ઉપર (વસાહતીઓને છૂટ આપવા સંવૈધાનિક કાનૂનના ફેરફાર ઉપર) કરાયેલો 14 મો સુધારો સ્પષ્ટ કરે છે કે ગેરકાયદે અમેરિકામાં ઘૂસી ગયેલાઓનાં અમેરિકામાં જન્મેલાં બાળકને પણ અમેરિકન નાગરિકત્વ ન મળી શકે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ તે જ કહે છે.

જ્યારે કાટો ઇન્સ્ટીટયુટના નાઉરેશ કહે છે કે જો આમ કરવામાં આવશે તો તેથી ઘણી કાનૂની લડાઈઓ થઇ જશે. તેમાં સંવિધાનમાં પણ ફરી સુધારા કરવા પડે તેથી જ હું ટ્રમ્પનાં તે વિધાનોને ગંભીરતાથી લેતો નથી.

સાથે એક વાત નિશ્ચિત છે કે ટ્રમ્પ ગમે તે રીતે તેમાંથી કાનૂની અને સંવૈધાનિક માર્ગ શોધી ગેરકાયદે વસાહતીઓ અને તેમનાં બાળકોને તેમના બાળકને અમેરિકામાં જન્મ આપી તેને અમેરિકન નાગરિક બનાવવાનો ચાલતાં ષડયંત્રોનો અંત લાવશે જ. નહીં તો અમેરિકામાં ગોરાઓ કરતાં બ્રાઉન, યલો અને બ્લેકની વસ્તી જ વધી જશે તેમ નિરીક્ષકોનું માનવું છે.

શું ટ્રમ્પ નાગરિકતાના નિયમોને ખતમ કરી શકે છે?

આ પ્રશ્નનો જવાબ ના છે. રાષ્ટ્રપતિ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા નથી. જો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકેની તેમની સત્તાનો ઉપયોગ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા જન્મથી નાગરિકતાના નિયમને નાબૂદ કરવા માગે છે, તો તેમને કોર્ટમાં પડકારનો સામનો કરવો પડશે. આ એટલા માટે છે કારણ કે તેમના દ્વારા પસાર કરવામાં આવેલ કોઈપણ કાર્યકારી આદેશ બંધારણના 14મા સુધારાનું સીધું ઉલ્લંઘન હશે.

ટ્રમ્પના કેટલાક સાથીઓએ સૂચવ્યું છે કે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સના બાળકોને બાકાત રાખવા માટે સુધારામાં ન્યાયક્ષેત્રની ભાષાનો અર્થઘટન કરી શકાય છે. આ બાળકો જન્મથી નાગરિકતા ખતમ કરવાની માંગનું મુખ્ય લક્ષ્ય છે. જો કે, અત્યાર સુધી વિદ્વાનો અને કાનૂની નિષ્ણાતો વચ્ચે સર્વસંમતિ એ છે કે આવી દલીલ કોર્ટમાં જીતવાની બહુ ઓછી અથવા કોઈ શક્યતા નથી.

આ સમાચાર શેર કરો