મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ડોનાલ્ડ ટ્રમ્પે અધવચ્ચે જ રોકી દીધું ઈન્ટરવ્યૂ, રિપોર્ટરને કહ્યું- આપણે જોખમમાં છીએ

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે અચાનક તેમનો ઇન્ટરવ્યુ સમાપ્ત કરતા ન્યૂઝનેશનના પત્રકારને કહ્યું

ડોનાલ્ડ ટ્રમ્પે અધવચ્ચે જ રોકી દીધું ઈન્ટરવ્યૂ, રિપોર્ટરને કહ્યું- આપણે જોખમમાં છીએ

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે અચાનક તેમનો ઇન્ટરવ્યુ સમાપ્ત કરતા ન્યૂઝનેશનના પત્રકારને કહ્યું કે "આપણે જોખમમાં છીએ." પૂર્વ રાષ્ટ્રપતિએ એરિઝોનામાં યુએસ-મેક્સિકો બોર્ડરની મુલાકાત દરમિયાન અલી બ્રેડલી સાથે વાત કરી રહ્યા હતા. આ ત્યારે થયું જ્યારે રાજ્યના અધિકારીઓ રોનાલ્ડ લી સિવેરુડને શોધી રહ્યા હતા, જેમણે રિપબ્લિકન ઉમેદવારને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, શકમંદની ધરપકડ કરવામાં આવી છે.

બ્રેડલીએ જેવો ટ્રમ્પને પ્રશ્નો પૂછ્યા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ એરિઝોનામાં "પરિસ્થિતિ" નો ઉલ્લેખ કરતા ન્યૂઝનેશનના રિપોર્ટરને પોતાનું નિવેદન પણ પૂરું કરવા દીધું ન હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે બ્રેડલીને કહ્યું, ‘હું તમને કંઈક કહી શકું? અહી ઉભા રહીને વાત કરવી આપણાં માટે જોખમી છે એટલે હવે વાત ન કરીએ. ના, હું આ વિશે જાણું છું, પરંતુ તેઓ મને અહીં ઊભો જોવા નથી માગતા. તેઓ તમને પણ અહીં ઊભા જોવા નથી માગતા.’ ત્યારબાદ ટ્રમ્પને તેમની કારમાં લઈ જવામાં આવ્યા હતા, જે સિક્રેટ સર્વિસ એજન્ટો દ્વારા ઘેરાયેલા હતા. અલી બ્રેડલીએ રિપબ્લિકન પ્રેસિડેન્શિયલના ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડી જુનિયર સાથેના તેમના સંબંધો વિશે વાત કરી હતી, જે શુક્રવારે 2024ની રેસમાંથી બહાર થઈ જશે.

રિપોર્ટરની વાત કાપી નાખતા પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આરએફકે જુનિયરે હજુ સુધી તેમની સાથે કેબિનેટ પોસ્ટ વિશે વાત કરી નથી.

"અમે જોઈશું. મારા મનમાં તેના માટે ઘણું માન છે અને મને લાગે છે કે, તેમના મનમાં પણ મારા માટે ઘણું સન્માન છે. મેં હમણાં જ સમાચાર સાંભળ્યા અને તમે જાણો છો કે, અમારા સંબંધો લાંબા સમયથી ઘણા સારા રહ્યા છે. જો તે સમર્થન આપે છે તો આ મારા માટે સન્માનની વાત હશે.” ટ્રમ્પે કહ્યું. "મારા મનમાં તેના માટે ઘણું માન છે. તે એક સમજદાર વ્યક્તિ છે. થોડો અલગ છે, પરંતુ ખૂબ જ સમજદાર છે. અને અમે તેમનું સમર્થન સ્વીકારીશું."

આ સમાચાર શેર કરો