મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાડોશી દેશમાં મીઠા માટે હાહાકાર, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો, ભારતે કરી મદદ 

કોલંબો : શ્રીલંકાના પુટ્ટલમ્ જિલ્લાના મીઠાના ઉત્પાદકોના જણાવ્યા પ

પાડોશી દેશમાં મીઠા માટે હાહાકાર, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો, ભારતે કરી મદદ 

કોલંબો : શ્રીલંકાના પુટ્ટલમ્ જિલ્લાના મીઠાના ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે ગત સપ્તાહે થયેલા ભારે વરસાદને લીધે લગભગ 15000  મે.ટન જેટલું મીઠું ધોવાઈ ગયું છે. આથી મીઠાની એક બોરીની કિંમત પાંચ ગણી વધી ગઈ છે.

ભારે વરસાદને લીધે એક તરફ મીઠાનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે, તો બીજી તરફ ઉત્પાદિત મીઠાના ડુંગરો વરસાદમાં ધોવાઈ ગયા છે. આથી શ્રીલંકામાં મીઠાનું ઉત્પાદન નહીં સમાન બની રહ્યું છે. લોકો મીઠા જેવી અનિવાર્ય જીવન જરૂરિયાતની ચીજના ભાવ આસમાને પહોંચ્યા છે. મીઠાના વેપારીઓ જેમની પાસે મીઠાનો સ્ટોક છે તેઓ મલાઈ ખાઈ રહ્યા છે.

મીડીયા રીપોર્ટ પ્રમાણે શ્રીલંકામાં અત્યારે મીઠું 1 કીલોના 125 થી 145 રૂપિયા સુધી પહોંચી ગયું છે તેનું કારણ તે છે કે દેશમાં સામાન્યત: થતાં કુલ ઉત્પાદનના 23 ટકા જેટલું જ મીઠું પેદા થયું છે.

ભારતે 3050 મે. ટન જેટલી મીઠાની ખેપ મોકલવા નિર્ણય કર્યો, પરંતુ ભારે વરસાદને લીધે તે પહોંચાડવામાં પણ વાર થાય છે. આ પૈકી 2800  મે.ટન નેશનલ સોલ્ટ કંપની દ્વારા મોકલાયું છે. 250 મે.ટન સોલ્ટ પ્રાઇવેટ કંપનીઓએ મોકલ્યું છે. જોકે તત્કાળ તો ભારત સરકારે તે ખાનગી કંપનીઓને પૈસા ચુકવ્યા છે જોકે આગામી સપ્તાહે સ્થિતિ કાબુમાં આવી જશે તેવું અનુમાન છે.

આ સમાચાર શેર કરો