VIDEO: માવઠાથી અગરિયાઓનું 7 લાખ મેટ્રિક ટન મીઠું ધોવાયું, મોંઢામાં આવેલો કોળિયો છિનવાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને કચ્છના નાના રણ ક્ષેત્રમાં માવઠાના કારણે મીઠું પકવતા 2 હજાર 5
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને કચ્છના નાના રણ ક્ષેત્રમાં માવઠાના કારણે મીઠું પકવતા 2 હજાર 500 અગરીયા પરિવારોનો મોઢામાં આવેલો કોળીયો ઝુટવાયો છે. કમોસમી વરસાદના કારણે 7 લાખ મેટ્રિક ટન મીઠા ઉત્પાદનને અસર થઈ છે. સતત 1 અઠવાડિયાથી પડી રહેલા વરસાદને પગલે મીઠાના ગંજ ધોવાઈ ગયા છે. અગરિયાના મોંમા આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. મીઠું પકવતા અગરિયાઓને મોટું નુકસાન થયું છે.
કુદરતી પ્રકોપના કારણે મીઠાના વેપારીઓએ સર્વાનુમતે મીઠાના ભાવમાં પ્રતિ ટન દીઠ 300 રૂપિયાનો તોતિંગ વધારો કરવાનો નક્કી કર્યું છે. 1 અગરિયાને લગભગ 50 હજાર રૂપિયા જેટલું નુકસાન થયું છે. અગરિયાઓની સોલર પ્લેટ મશીન પણ પાણીમાં ડૂબી ગઈ હતી.




