ફ્રાન્સમાં બ્લડ બેન્ક પર સાયબર એટેક: હેકર્સે ફ્રીઝરનું તાપમાન -30°Cથી વધારીને 110°C કર્યું, પ્લાઝ્મા અને લોહી બગડવાનો ખતરો ઊભો થયો

ફ્રાન્સમાં બ્લડ બેન્ક પર સાયબર એટેક: હેકર્સે ફ્રીઝરનું તાપમાન -30°Cથી વધારીને 110°C કર્યું, પ્લાઝ્મા અને લોહી બગડવાનો ખતરો ઊભો થયો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સાયબર ગુનેગારોએ હવે હોસ્પિટલ અને જીવનરક્ષક સેવાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ફ્રાન્સની નેશનલ બ્લડ સર્વિસ (Établissement Français du Sang - EFS) સાથે જોડાયેલા ત્રણ મોટા બ્લડ સ્ટોરેજ સેન્ટરો પર અસામાન્ય સાયબર હુમલો થયો છે. હેકર્સે સિસ્ટમ હેક કરીને બ્લડ અને પ્લાઝ્મા સાચવતા કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સના કૂલિંગ કંટ્રોલ પર કબજો કરી લીધો હતો.

અહેવાલો અનુસાર, સામાન્ય રીતે -30 ડિગ્રી સેલ્સિયસ પર રહેતા ડીપ ફ્રીઝરની સેટિંગ્સને હેકર્સે બદલીને સીધી 110 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દીધી હતી. બ્લડ બેન્કમાં રાખવામાં આવેલા પ્લાઝ્માનો ઉપયોગ ગંભીર દર્દીઓ અને દવાઓ બનાવવા માટે થાય છે. જો તાપમાન આટલું ઊંચું જતું રહે તો લોહી અને પ્લાઝ્મા ઉકળીને સંપૂર્ણપણે બરબાદ થઈ જાય.

જાહેરાત

ટેકનિશિયનની સતર્કતાથી મોટો અનર્થ ટળ્યો

સદનસીબે, કૂલિંગ સિસ્ટમના મોનિટરિંગ સેન્ટરમાં અસામાન્ય ટેમ્પરેચર ચેન્જનો એલાર્મ વાગતા જ ઓન-ડ્યુટી ટેકનિશિયન એલર્ટ થઈ ગયા હતા. સ્ટાફે સમયસર હસ્તક્ષેપ કરીને તાપમાનને નિયંત્રણમાં લીધું હતું અને પ્લાઝ્માના જથ્થાને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લીધો હતો. EFS એ સ્પષ્ટતા કરી છે કે આ હુમલામાં બ્લડ પ્રોડક્ટ્સને કોઈ નુકસાન થયું નથી અને હોસ્પિટલોમાં બ્લડ સપ્લાય સામાન્ય રીતે ચાલુ રહી છે.

નોંધનીય છે કે અગાઉ યુરોપ અને ફ્રાન્સના સેંકડો સુપરમાર્કેટ્સના ફ્રિજને પણ હેક કરીને તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેવાયું હતું. હવે જીવનરક્ષક બ્લડ બેન્ક પર થયેલા આ સાયબર હુમલાથી આખા યુરોપના આરોગ્ય તંત્રમાં સુરક્ષાને લઈને ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત