કોરિના મચાડો બની શકે છે વેનેઝુએલાની રાષ્ટ્રપતિ, ગત વર્ષે મળ્યો હતો નોબેલ શાંતિ પુરસ્કાર
અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસ ધુમાડામાં છવાયેલી છે. વેનેઝુએલાના આકા

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસ ધુમાડામાં છવાયેલી છે. વેનેઝુએલાના આકાશમાં અમેરિકન ફાઇટર જેટ, અપાચે અને ચિનૂક હેલિકોપ્ટર ગર્જના કરતા અને ગોળા વરસાવતા જોવા મળ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ વેનેઝુએલા પર મોટો હુમલો કરીને રાષ્ટ્રપતિ માદુરોને પકડી લેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર વેનેઝુએલાના 6 લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. યુએસ ડેલ્ટા ફોર્સે કારાકાસમાં વિનાશ મચાવ્યો છે.
કોરિના મચાડો બની શકે છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કોરિના મચાડો વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિ બની શકે છે. જેમને ગત વર્ષે જ નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે માદુરો અને તેમની પત્નીનો કોઈ પત્તો નથી. એક અહેવાલ મુજબ વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે કહ્યું કે, માદુરો અને તેમની પત્નીનો કોઈ પત્તો નથી. અમે તેમના ઠેકાણાના પુરાવા માંગી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, માદુરો જીવિત હોવાના અહેવાલ આપો.
ટ્રમ્પે વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહીને સફળ ગણાવી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં કાર્યવાહીને સફળ જાહેર કરી છે. જોકે, અમેરિકા આ હુમલા અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં વેનેઝુએલા પરના હુમલાની વિગતો આપવામાં આવશે. અમેરિકાએ એમ પણ કહ્યું કે આ કાર્યવાહીમાં કોઈ અમેરિકન જાનહાનિ થઈ નથી.






