Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Conflict with Iran is no big deal; Trump's statement sparks uproar in America!

ઈરાન સાથેનો સંઘર્ષ કોઈ મોટી વાત નથી; ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં હોબાળો!

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષને "સ્મોલ પટેટોઝ" (Small Potatoes - તદ્દન સામાન્ય કે નાની બાબત) ગણાવ્યો છે. આ સાથે જ તેમણે ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સના એ દાવાનું સમર્થન કર્યું છે કે પશ્ચિમ એશિયામાં મહિનાઓથી અટક-અટક થઈ રહેલા હુમલાઓ હવે 'યુદ્ધ' નથી.

App Store

ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન પર અમેરિકાના હુમલા હવે નિયમિત નથી પણ સમયાંતરે થઈ રહ્યા છે, અને "ઘણા લોકો તેને યુદ્ધ નથી કહેતા."

જોકે, આ સંઘર્ષમાં અમેરિકન કરદાતાઓના $37.5 બિલિયનથી વધુ ડોલર ખર્ચાઈ ચૂક્યા છે અને 18 સૈનિકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.

અમારા માટે આ કોઈ મોટી વાત નથી: ટ્રમ્પનો દાવો

જેડી વેન્સે આપેલા નિવેદન અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે, હું સમજી શકું છું કે તેઓ શું કહી રહ્યા છે. હું આને મિલિટરી કોન્ફ્લિક્ટ (લશ્કરી સંઘર્ષ) કહીશ કારણ કે અમારા માટે આ તદ્દન નાની વાત છે. આ કોઈ મોટી વાત નથી.

મિડટર્મ ચૂંટણી પહેલા જ બંને નેતાઓ ઈરાન સંઘર્ષને 'નાની વાત' ગણાવી રહ્યા છે

આ અગાઉ વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રીફિંગ દરમિયાન જેડી વેન્સે ઈરાન સાથે ચાલી રહેલી લડાઈ માટે "યુદ્ધ" શબ્દ વાપરવાનો ઇનકાર કર્યો હતો. વેન્સે નવેમ્બરની મિડટર્મ ચૂંટણીઓ પહેલાં આ 6 મહિના જૂનો સંઘર્ષ પૂરો થશે કે નહીં તે અંગે કોઈ પણ અનુમાન લગાવવાથી અંતર જાળવ્યું હતું. આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી કોંગ્રેસમાં પોતાની પાતળી બહુમતી જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.

સેના નથી ઉતારી, વિયેતનામ અને વેનેઝુએલા સાથે સરખામણી

ટ્રમ્પે પત્રકારો સમક્ષ ઉમેર્યું કે તાજેતરના અન્ય યુએસ યુદ્ધોની તુલનામાં ઈરાન સંઘર્ષમાં અમેરિકાના સૈનિકોના મોતના આંકડા પ્રમાણમાં ઘણા ઓછા છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અમેરિકા અને ઈઝરાયલે માત્ર એર સ્ટ્રાઈક્સ કરી છે અને જમીન પર સૈનિકો તૈનાત કર્યા નથી. ટ્રમ્પે જણાવ્યું કે, અમે વેનેઝુએલામાં ઓપરેશન કર્યું અને આ કર્યું. વેનેઝુએલામાં આપણે કોઈને ન ગુમાવ્યા. અને અહીં આપણે 18 લોકો ગુમાવ્યા છે. જ્યારે વિયેતનામમાં આપણે 100,000 લોકો ગુમાવ્યા હતા અને અન્ય સંઘર્ષોમાં હજારો લોકો માર્યા ગયા હતા.

જોકે, યુએસ નેશનલ આર્કાઇવ્ઝના દસ્તાવેજો અને રેકોર્ડ અનુસાર વિયેતનામ યુદ્ધ દરમિયાન અમેરિકી સશસ્ત્ર દળોના કુલ 58,220 સૈનિકો શહીદ થયા હતા.

પરમાણુ પ્રોગ્રામ નિષ્ક્રિય કરવાનો ટ્રમ્પનો દાવો

જ્યારે એક પત્રકારે સવાલ કર્યો કે 18 અમેરિકી સૈનિકો માર્યા ગયા હોવા છતાં આને "સ્મોલ પટેટોઝ" કેવી રીતે કહી શકાય, ત્યારે ટ્રમ્પે ફરી પોતાની દલીલ દોહરાવી હતી. શરૂઆતમાં આ સંઘર્ષ માત્ર થોડા અઠવાડિયા ચાલશે તેવો દાવો કરનાર ટ્રમ્પે કહ્યું કે આ લડાઈથી ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ નિષ્ક્રિય થઈ ગયો છે.

18 સૈનિકોના મોત અને $37.5 બિલિયનના ખર્ચ પછી પણ વ્હાઇટ હાઉસ આને માત્ર "લશ્કરી સંઘર્ષ" માની રહ્યું છે. આગામી 3 નવેમ્બરની ચૂંટણીમાં અમેરિકન મતદારો આ દાવાને કેવી રીતે મૂલવશે તે જોવાનું રહેશે.