ઈરાનનું 90 ટકા ઓઈલ સપ્લાય ખતરામાં! અમેરિકન મિસાઈલ હુમલાથી વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભડકા થવાની ભીતિ

સોર્સ : gstv
અમેરિકા અને ઇરાન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વકરતું જાય છે. તાજેતરના અહેવાલ પ્રમાણે ઈરાન માટે 90% ઓઈલ પ્રોસેસ કરતાં મહત્ત્વપૂર્ણ ખાર્ગ ટાપુ નજીક એક ઓઈલ ટેન્કર પર અમેરિકા દ્વારા મિસાઈલ હુમલો કરાયાની માહિતી સામે આવી છે.
એક, બે નહીં ચાર-ચાર મિસાઈલો ત્રાટકી…
આ વખતે અમેરિકા દ્વારા મોટો હુમલો કરાયાની માહિતી સામે આવી રહી છે. ઓઈલથી ભરપૂર ઈરાની ખાર્ગ ટાપુ નજીકથી નીકળેલા ઓઈલ ટેન્કરને નિશાન બનાવતા અમેરિકાએ એક-બે નહીં પણ ચાર-ચાર મિસાઈલો ઝીંકી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈરાનના સ્ટુડન્ટ ન્યૂઝ નેટવર્ક દ્વારા આ હુમલાની પુષ્ટી કરવામાં આવી હતી.

