Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran's Open Threat to US: War Warns Even Countries That Support It, Says - ‘Will Give a Strong Reply’

ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી: સાથ આપનારા દેશોને પણ યુદ્ધની ચેતવણી, કહ્યું- ‘જડબાતોડ જવાબ આપીશું’

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી: સાથ આપનારા દેશોને પણ યુદ્ધની ચેતવણી, કહ્યું- ‘જડબાતોડ જવાબ આપીશું’
સોર્સ : gstv

ઈરાન (Iran) અને અમેરિકા (America) વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નેતા મોહસિન રેઝાઈએ ચેતવણી આપી છે કે ઈરાન વિરુદ્ધ અમેરિકાની આર્થિક કાર્યવાહી (Economic Action)ને સમર્થન આપનારા કોઈપણ દેશના પગલાને યુદ્ધ સમાન ગણવામાં આવશે.

App Store

અમેરિકાને ઈરાનની સીધી ચેતવણી

મોહસિન રેઝાઈએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છે છે તો ઈરાન પણ તેનો મજબૂત જવાબ આપવા તૈયાર છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઈરાન કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં અને જરૂર પડ્યે કડક વળતો જવાબ આપશે.

નવા પ્રતિબંધોની શક્યતા

આ દરમિયાન અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટ ઈરાન વિરુદ્ધ નવા પ્રતિબંધો (Sanctions)ની જાહેરાત કરી શકે છે. બંને દેશો વચ્ચે તણાવ વધતા રાજદ્વારી સ્તરે પણ હલચલ તેજ થઈ છે.

પાકિસ્તાનના આર્મી ચીફ ઈરાન જઈ શકે

આ તણાવ વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ અસીંગ મુનીર ઈરાનની મુલાકાત લઈ શકે છે. અહેવાલો અનુસાર તેઓ એક પ્રતિનિધિમંડળ સાથે તેહરાન પહોંચશે. આ મુલાકાતનો હેતુ બંને પક્ષો વચ્ચે ફરીથી વાતચીત શરૂ કરાવવાના પ્રયાસો સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે.

હોર્મુઝમાં હુમલામાં ઘટાડો

હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)માં તાજેતરમાં હુમલાઓમાં ઘટાડો નોંધાયો છે, જોકે ઈરાન અને અમેરિકા વચ્ચેની નિવેદનબાજી હજુ ચાલુ છે. આ મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી પસાર થતા કેટલાક જહાજોને લઈને ઈરાન તરફથી પ્રતિબંધોની ચેતવણી પણ આપવામાં આવી છે.

‘સમજૂતી આત્મસમર્પણ નથી’

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા સમજૂતી કરારનો બચાવ કરતાં કહ્યું કે તેનો હેતુ ‘ન યુદ્ધ, ન શાંતિ’ની સ્થિતિમાંથી બહાર નીકળવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સમજૂતીમાં આત્મસમર્પણ તરીકે જોવામાં આવે તેવી કોઈ જોગવાઈ નથી. ઈરાનનું નેતૃત્વ હાલ પણ પોતાના રાષ્ટ્રીય હિતો અને સર્વોચ્ચ નેતાના નિર્દેશો અનુસાર આગળ વધવાની વાત કરી રહ્યું છે.