Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Trump should stop dreaming false dreams, Hormuz will remain Iran', Iran reacts to Trump's claim

‘ટ્રમ્પ ખોટા સપના જોવાનું બંધ કરે, હોર્મુઝ ઈરાનનું જ રહેશે’, ટ્રમ્પના દાવા સામે ઈરાન લાલઘૂમ

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
‘ટ્રમ્પ ખોટા સપના જોવાનું બંધ કરે, હોર્મુઝ ઈરાનનું જ રહેશે’, ટ્રમ્પના દાવા સામે ઈરાન લાલઘૂમ
સોર્સ : gstv

સ્ટ્રેટ ઓફ હોર્મુઝના કબજાને લઈને ફરીએકવાર ઈરાન-અમેરિકા વચ્ચે જંગ છેડાઈ ગઈ છે. અમેરિકા હોર્મુઝને લઈને અવનવા નિવેદનો કરી રહ્યુ છે તો બીજી બાજુ ઈરાન તેને સખત ભાષામાં જવાબ આપીને વખોડી રહ્યુ છે. ઈરાને શનિવારે સ્પષ્ટ કર્યું છે કે, હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા સપના જોવાનું બંધ કરે. ઈરાને ભારપૂર્વક જણાવ્યું કે 'હોર્મુઝ ઈરાનનું હતું, ઈરાનનું છે અને ઈરાનનું જ રહેશે.' ઈરાનનું આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવા પછી આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકા 'ટૂંક સમયમાં જ હોર્મુઝ જળમાર્ગને અમેરિકી ક્ષેત્રનો હિસ્સો જાહેર કરી દેશે.' ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ ભારપૂર્વક જણાવ્યું કે, હોર્મુઝ માત્ર ઈરાનના આદેશ પર જ બંધ કે ખુલ્લું રાખવામાં આવશે.

App Store

ઈરાને ટ્રમ્પને આપી સખત ચેતવણી

ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાનની હાર પછી તેઓ ટૂંક સમયમાં હોર્મુઝને અમેરિકી ક્ષેત્ર જાહેર કરશે. હોર્મુઝ પર ન તો એરક્રાફ્ટ કેરિયર દ્વારા, ન આદેશ જારી કરીને કે ન તો ચૂંટણી ભાષણથી કબજો કરી શકાય છે.' તેમણે વધુમાં ઉમેર્યું, 'એક વાર અને હંમેશા માટે સત્યનો સ્વીકાર કરી લો કે, અત્યાર સુધી તમને વ્યૂહાત્મક અને ભારે હારનો સામનો કરવો પડ્યો છે, જ્યાં સુધી તમે તમારી હાર સ્વીકારતા નથી અને કાલ્પનિક ભૂલો છોડતા નથી, ત્યાં સુધી ઈરાન નાકાબંધી ચાલુ રાખશે.'

ટ્રમ્પે શું નિવેદન આપ્યું હતું?

ન્યૂયોર્કમાં એક પોલીસ એકેડેમીમાં આયોજિત રાજકીય રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, 'ઈરાનને સંપૂર્ણપણે હરાવ્યા પછી, હું ટૂંક સમયમાં હોર્મુઝને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો ભાગ જાહેર કરીશ.' તેમણે ઉમેર્યું હતું કે, એક ખરાબ દેશ પાસે પરમાણુ હથિયાર ન રહે તે સુનિશ્ચિત કરવા માટે પેટ્રોલની થોડી વધુ કિંમત ચૂકવવી યોગ્ય છે. જોકે, પાછળથી વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, ટ્રમ્પ માત્ર મજાક કરી રહ્યા હતા. આ સિવાય ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પણ દાવો કર્યો હતો કે, અમેરિકાનું હોર્મુઝ સામુદ્રધુની પર પૂરૂં નિયંત્રણ છે, અને તે ઈરાન સામે 'સ્ટીલની દીવાલ' (Wall of Steel) સમાન છે.

ઈરાની મિલિટ્રી કમાન્ડ અને ડિપ્લોમેટનો જવાબ

ઈરાનની સેન્ટ્રલ મિલિટ્રી કમાન્ડ 'ખાતમ-અલ-અંબિયા'ના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલફગારીએ જણાવ્યું કે, અમેરિકાના દાવાઓ સંપૂર્ણપણે જૂઠા અને મનઘડંત છે. હોર્મુઝ પહેલાની જેમ જ ઈરાનની પૂરી દેખરેખ અને મેનેજમેન્ટ હેઠળ છે. ઈરાની સેનાની મંજૂરી વિના કોઈ પણ કોમર્શિયલ જહાજ કે ટેન્કર માટે અહીંથી સુરક્ષિત પસાર થવું શક્ય નથી.

તેમજ ઈરાનના સીનિયર ડિપ્લોમેટ અબ્બાસ અરાગચી પણ X પર પોસ્ટ કરીને અમેરિકાની ઈન્ટેલિજન્સ નિષ્ફળતા પર પ્રહારો કર્યા હતા.

ટોપિક્સ:GSTV NewsGujarati News