Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Canada/Indian-origin candidate Chandra Arya drops out of Prime Ministerial race

કેનેડા/ ભારતીય મૂળના ઉમેદવાર ચંદ્ર આર્યા વડાપ્રધાન પદની રેસમાંથી બહાર કરાયા, ભારતીયોમાં નિરાશાની લાગણી

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2025
લાઇવ ટીવીGoogle News
કેનેડા/ ભારતીય મૂળના ઉમેદવાર ચંદ્ર આર્યા વડાપ્રધાન પદની રેસમાંથી બહાર કરાયા, ભારતીયોમાં નિરાશાની લાગણી

કેનેડાના કાર્યકારી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં વડા પ્રધાન અને લિબરલ પાર્ટીના વડા પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે કેનેડાના આગામી પીએમની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના માટે ઘણા ભારતીયોએ ઉમેદવારી રજૂ કરી હતી. તેમાં સૌથી મોટું નામ ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યાનું હતું. 

App Store

ચૂંટણીની નિષ્પક્ષતા સામે સવાલ ઊઠાવ્યાં 

જોકે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ચંદ્ર આર્યાને પીએમ પદ અને પાર્ટીના નેતૃત્વની રેસમાંથી બહાર કરી દેવાની તૈયારી છે. લિબરલ પાર્ટીના જાણીતા નેતા ચંદ્ર આર્યાએ પોતે આ માહિતી આપી છે. તેમણે ચૂંટણીની નિષ્પક્ષતા સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : કેનેડામાં વડાપ્રધાન બનવાની રેસમાં બે ભારતીય મૂળના નેતાઓ સામેલ, અનિતા આનંદ બાદ આ નામ ચર્ચામાં

X પર ચંદ્ર આર્યાને કરી પોસ્ટ 

રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ચંદ્ર આર્યાએ જણાવ્યું હતું કે કેનેડાની લિબરલ પાર્ટીએ તેમને પાર્ટીના નેતૃત્વ અને પીએમ પદની રેસમાં જોડાવાની પરવાનગી આપી નથી. આજે મને કેનેડાની લિબરલ પાર્ટી દ્વારા જાણ કરવામાં આવી હતી કે મને નેતૃત્વની રેસમાં પ્રવેશવાની મંજૂરી નહીં આપે. હું તેમના સત્તાવાર નિવેદનની રાહ જોઈ રહ્યો છું. આ નિર્ણય ચૂંટણીની કાયદેસરતા અને કેનેડાના આગામી વડા પ્રધાન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. હું બધા કેનેડિયનો માટે સખત મહેનત કરવા માટે પ્રતિબદ્ધ છું. હું આવનારી પેઢીઓ માટે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ.