મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું, આ દેશે લીધા કડક પગલાં

કેનેડાએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરે

લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું, આ દેશે લીધા કડક પગલાં

કેનેડાએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કેનેડાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. કેનેડા સરકારનું કહેવું છે કે આ ગેંગ ભયનું વાતાવરણ ઉભું કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડાના કાયદા હેઠળ  આ નિર્ણય બાદ ગેંગ સાથે સંકળાયેલી બધી સંપત્તિ જપ્ત કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે, કેનેડાએ ભારત સાથેના સંબંધો સુધારવા માટે આ પગલું ભર્યું છે.

મળતી માહિતી મુજબ કેનેડા સરકારના મંત્રી ગેરી આનંદસાંગરીએ કહ્યું, "બિશ્નોઈ ગેંગ ચોક્કસ સમુદાયોને આતંક, હિંસા અને ધાકધમકીથી નિશાન બનાવી રહી છે. ગુનાહિત આતંકવાદીઓના આ જૂથને સૂચિબદ્ધ કરવાથી અમને તેનો સામનો કરવા અને ગુનાને કાબુમાં લેવા માટે વધુ શક્તિ અને સંસાધનો મળશે.

આ સમાચાર શેર કરો