મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'હું તમારાથી ડરતી નથી', G20 ઈવેન્ટમાં બ્રાઝિલની ફર્સ્ટ લેડીએ એલોન મસ્કને કહ્યા અપશબ્દ, જુઓ VIDEO

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાની પત્ની બ્રાઝિલની ફર્સ્ટ લેડી જાન્જા લુલા દા સિલ્વાએ શનિવા

'હું તમારાથી ડરતી નથી', G20 ઈવેન્ટમાં બ્રાઝિલની ફર્સ્ટ લેડીએ એલોન મસ્કને કહ્યા અપશબ્દ, જુઓ VIDEO

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાની પત્ની બ્રાઝિલની ફર્સ્ટ લેડી જાન્જા લુલા દા સિલ્વાએ શનિવારે G20 ઇવેન્ટમાં અબજોપતિ એલોન મસ્ક સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જાન્જાએ આ વાતો ત્યારે કહી જ્યારે તે સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાની જરૂરિયાત વિશે વાત કરી રહી હતી જેથી ખોટી માહિતીને રોકી શકાય.

જાન્જા ડી સિલ્વાએ શું કહ્યું?

જ્યારે તેઓ એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે વિમાનનો અવાજ સંભળાયો. તેણે મજાકમાં કહ્યું, "મને લાગે છે કે તે એલોન મસ્ક છે," પછી ઉમેર્યું, 'I'm not afraid of you, f... you, Elon Musk."

મસ્કે પણ પ્રતિક્રિયા આપી 

મસ્કએ તેમની ટિપ્પણીઓનો વિડિયો જોયા પછી હસતા ઇમોજી સાથે જવાબ આપ્યો. બીજી પોસ્ટમાં તેણે લખ્યું, 'તે બ્રાઝિલમાં આગામી ચૂંટણી હારી જવાની છે.' આ વર્ષે મસ્કનું સોશિયલ મીડિયા નેટવર્ક X બ્રાઝિલમાં એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. બ્રાઝિલમાં, X પર નકલી સમાચાર ફેલાવવાનો પણ આરોપ હતો.

આ પણ વાંચો : એલોન મસ્ક ઝેર ફેલાવી રહ્યા છે : બ્રિટિશ અખબારે Xનો ઉપયોગ કર્યો બંધ 

બ્રાઝિલમાં X પ્રતિબંધ  

બ્રાઝિલમાં X પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેના કારણે તે સમાચારોમાં આવી ગયો છે. તેના પર પ્રતિબંધ મૂકવાનું કારણ ફેક ન્યૂઝનો પ્રચાર અને દેશની લોકશાહી માટે ખતરો હોવાનું કહેવાય છે. આ પછી, એલોન મસ્કએ X પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) પર એક પોસ્ટ કરી અને જણાવ્યું કે X પ્લેટફોર્મનું Algorithm કેવી રીતે કામ કરે છે.

આ સમાચાર શેર કરો