મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ફ્રાંસમાં મોટી દૂર્ઘટના: 'ઇંગ્લિશ ચેનલ' પાર કરવાના પ્રયાસમાં પ્રવાસીઓ ભરેલી બોટ પલટી, 8 લોકોના મોત

ઉત્તરી ફ્રાંસમાં 'ઇંગ્લિશ ચેનલ' પાર કરવાનો પ્રયાસ કરતા સમયે આઠ લોકોના

ફ્રાંસમાં મોટી દૂર્ઘટના: 'ઇંગ્લિશ ચેનલ' પાર કરવાના પ્રયાસમાં પ્રવાસીઓ ભરેલી બોટ પલટી, 8 લોકોના મોત

ઉત્તરી ફ્રાંસમાં 'ઇંગ્લિશ ચેનલ' પાર કરવાનો પ્રયાસ કરતા સમયે આઠ લોકોના મોત થયા છે. ફ્રાંસીસી દરિયાઇ અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. આ ઘટના તે સમયે બની જ્યારે અધિકારીએ ઉત્તરી શહેર એમ્બલેટ્યૂસમાં એક દરિયા કિનારા પાસે એક બોટને સંકટમાં જોઇ હતી જેમાં અનેક લોકો સવાર હતા. ચેનલ અને ઉત્તરી સાગરના પ્રભારી તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે એક ફ્રાંસીસી સબમરીનને વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી અને રેસક્યૂ ટીમે દરિયા કિનારા પર 53 પ્રવાસીઓને તબીબી સહાય આપી હતી.

બે અઠવાડિયામાં બીજી દૂર્ઘટના

તરત જ સહાય આપવા છતા આઠ લોકોના મોત થયા છે. દરિયામાં તપાસ અભિયાન દરમિયાન કોઇ વ્યક્તિ મળ્યો નહતો. આ ઘટના આ વર્ષી સૌથી ઘાતક આફતના બે અઠવાડિયા કરતા પણ ઓછા સમય પછી થઇ છે. ફ્રાંસીસી અને બ્રિટિશ સરકાર કેટલાક વર્ષથી પ્રવાસીઓના પ્રવાહને રોકવાનો પ્રયાસ કરતી રહી છે, જે તસ્કરોને નાની બોટ પર સવાર થઇને ફ્રાંસથી ઇંગ્લેન્ડ જવા માટે દર વ્યક્તિ હજારો યુરો ચુકવે છે. 

થોડા દિવસ પહેલા 12 પ્રવાસીના થયા હતા મોત

અધિકારીઓએ કહ્યું કે તાજેતરમાં પ્રવાસીઓની નાની બોટોએ ખતરનાક રીતે ચેનલને પાર કરવાના કેટલાક પ્રયાસ કર્યા છે. શુક્રવાર અને શનિવારે 24 કલાકમાં 200 લોકોને બચાવવામાં આવ્યા હતા. આ મહિને ઉત્તરી ફ્રાંસીસી દરિયા કિનારે 12 પ્રવાસી માર્યા ગયા હતા જ્યારે હજારો લોકોને લઇને જતી બોટ પલટી મારી ગઇ હતી જેમાં મોટાભાગના ઇરીટ્રિયાના હતા. આ વર્ષે ઇંગ્લિશ ચેનલ પાર કરવામાં પ્રવાસીઓના મોતની સંખ્યા 37 થઇ ગઇ છે. 

22000થી વધુ પ્રવાસી ઇંગ્લેન્ડ પહોંચ્યા

બ્રિટિશ અધિકારીઓ અનુસાર આ વર્ષની શરૂઆતથી ઇંગ્લિશ ચેનલને પાર કરતા 22 હજારથી વધુ પ્રવાસી ઇંગ્લેન્ડ પહોંચ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોંને આ વર્ષે ગરમીમાં ગેરકાયદેસર પ્રવાસીઓની વધતી સંખ્યા ઘટાડવા મજબૂત સંકલ્પ લીધો છે. ઇંગ્લિશ ચેનલને પાર કરવી અવાર નવાર ખતરનાક સાબિત થઇ રહ્યું છે. નવેમ્બર 2021માં પણ 27 પ્રવાસીઓના મોત થયા હતા. 

Eight People die Cross English Channel to the UK

આ સમાચાર શેર કરો