બાબા વેંગાની ચિંતાજનક ભવિષ્યવાણી: છેડાશે મોટું યુદ્ધ, AI થશે બેકાબૂ, એલિયન્સનું થશે પૃથ્વી પર આગમન!

2026ના આગમન આડે સવા મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે 2026માં શું થશે તેની ઉત્સુકતા બધાંને છે. બલ્ગેરિયાની બાબા વેંગાએ 2026 માટે કરેલી આગાહીઓમાં પૃથ્વી પર એલિયન્સનું આગમન, એઆઇ માણસના કાબૂ બહાર જતું રહેશે અને પૂર્વમાં એક મોટું વિનાશક યુદ્ધ છેડાશે જે સમય જતાં આખી દુનિયામાં ફેલાઇ જશે મુખ્ય છે. બાબા વેંગા તેની આગાહીઓ માટે જાણીતી હસ્તી બની રહી હતી.
2026 માટે બાબા વેંગાએ કરી હતી મોટી ભવિષ્યવાણી
બલ્ગેરિયામાં થઇ ગયેલી અંધ મહિલા બાબા વેંગા તરીકે વિખ્યાત હતી. બાબા વાંગાનું 1996માં અવસાન થઇ ચૂક્યુ છે પણ તેની ભવિષ્યવાણીઓ પર મદાર રાખતો એક મોટો વર્ગ આજે પણ મોજૂદ છે. બાબા વાંગાએ 2026ના વર્ષ માટે કરેલી કેટલીક મોટી આગાહીઓ નીચે પ્રમાણે છે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર 2026માં દુનિયાના પૂર્વ હિસ્સામાં એક મોટું યુદ્ધ છેડાશે. આ વિનાશકારી યુદ્ધ ધીમે ધીમે આખી દુનિયામાં પ્રસરશે જેને કારણે દુનિયાના પશ્ચિમી જગતમાં મોટી અસર પડશે. આ યુદ્ધને કારણે દુનિયામાં સત્તાની બાજી પણ પલટાઇ શકે છે. આ યુદ્ધને કારણે મોટાપાયે જાનહાનિ અને વિનાશ વેરાતો જોવા મળશે. આ ભવિષ્યવાણીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રશિયાનો કોઇ પ્રસિદ્ધ શક્તિશાળી નેતા આખી દુનિયા પર છવાઇ શકે છે. તેને દુનિયા ભગવાન માનવા માંડશે. યુદ્ધ હોય કે રાજકીય ઉથલપાથલ આખી દુનિયામાં આગામી વર્ષ તંગદિલિભર્યું બની રહેશે.
બાબા વેંગાના જણાવ્યા અનુસાર 2026માં લોકોને ઘણી કુદરતી આફતોનો સામનો કરવો પડશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 2026નું વર્ષ કુદરતી તબાહીનું વર્ષ બની રહેશે. ભૂકંપ, જ્વાળામુખી અને ભારે વરસાદ જેવી આફતો ત્રાટકશે. જેને કારણે પર્યાવરણને પણ ભારે નુકસાન થશે.
એઆઈ પોતે મોટાં નિર્ણયો લેવા માંડશે
બાબા વેંગાએ એક રસપ્રદ ભવિષ્યવાણીએ પણ કરી છે કે એઆઇ એટલી શક્તિશાળી બની જશે કે તેના પર નિયંત્રણ રાખવાનું કામ માણસો માટે કાબૂ બહારનું બની જશે. એઆઇ પોતે મોટાં નિર્ણયો લેવા માંડશે જેની સીધી અસર માનવજીવન પર પડશે. એઆઇની શક્તિ એટલી વધી જશે કે માણસો, મશીનો અને નૈતિક જવાબદારીઓ વચ્ચેની ભેદરેખાઓ ધૂંધળી બની જશે. સમાજ માટે એઆઇને યોગ્ય રીતે સંભાળવાનું કામ મુશ્કેલ બની જશે. આ ભવિષ્યવાણી આજની ચિંતાઓ સમાન છે. લોકો માને છે કે એઆઇનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે અને તે સુપરઇન્ટેલિજન્સ બની માણસના નિયંત્રણ બહાર જઇ શકે છે. બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી એ બાબત ભણી ઇશારો કરી રહી છે કે ટેકનોલોજી આપણા નિયંત્રણની બહાર જઇ રહી છે.
2026માં માણસ પહેલીવાર એલિયનનો સીધો સામનો કરશે
બાબા વેંગાએ સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી એ કરી છે કે 2026માં માણસજાત પહેલીવાર એલિયન્સ એટલે કે પરગ્રહવાસીનો સીધો સામનો કરશે. પૃથ્વી પર એક વિરાટ અંતરિક્ષયાન ઉતરશે જે દર્શાવશે કે બ્રહ્માંડમાં આપણે એકલાં નથી. હાલ આ બાબતનો કોઇ પુરાવો નથી પણ આ ભવિષ્યવાણીને કારણે પરગ્રહવાસીઓના અસ્તિત્વ અને માણસજાત પર તેના સંભવિત પ્રભાવ વિશે ચર્ચા શરૂ થઇ ગઇ છે.

