Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : A Japanese woman more dangerous than Baba Venga predicted a tsunami

બાબા વેંગાથી પણ ખતરનાક જાપાની મહિલાની ભવિષ્યવાણી, સુનામી વિશે અગાઉથી બતાવ્યો હતો સમય

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
બાબા વેંગાથી પણ ખતરનાક જાપાની મહિલાની ભવિષ્યવાણી, સુનામી વિશે અગાઉથી બતાવ્યો હતો સમય
સોર્સ : gstv

જાપાનમાં સુનામીના ભયાનક મોજાઓથી ગભરાટ ફેલાયેલો છે. જાપાન ઉપરાંત, અમેરિકાના કેલિફોર્નિયા અને હવાઈમાં પણ સુનામીએ તબાહી મચાવી છે. રશિયા પણ 8.8 ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ગયું છે. આ એક સંયોગ છે કે એક ભવિષ્યવેત્તાએ ઘણા સમય પહેલા આ કુદરતી આફતો વિશે આગાહી કરી હતી. આ ભવિષ્યવેત્તાને જાપાની 'બાબા વાંગા' તરીકે ઓળખવામાં આવે છે. તેમની ભવિષ્યવાણી ખૂબજ સચોટ હોય છે. થોડા મહિના પહેલા જાપાનની મુલાકાતે જતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જ્યારે આ ભવિષ્યવેત્તાએ જુલાઈમાં સુનામીની ચેતવણી આપી હતી. લોકોએ જુલાઈમાં તેમનો પ્રવાસ પણ રદ કરવાનું ચાલુ કર્યું હતું. એવી ખબર પડતાં જ જાપાની અધિકારીઓએ સુનામી વિશે કરવામાં આવેલી આગાહીને અવગણવાની અપીલ કરી હતી.

App Store

રિયો તાત્સુકીની બલ્ગેરિયન બાબા વેંગા સાથે તુલના

જાપાનના બાબા વેંગા તરીકે ઓળખાતા મંગા કલાકાર રિયો તાત્સુકીએ 5 જુલાઈ અથવા તેની આસપાસના સમયમાં જાપાનમાં મોટી સુનામીની ચેતવણી આપી હતી. તેમની તુલના બલ્ગેરિયન પયગંબરે બાબા વાંગા સાથે કરવામાં આવે છે, જે ઘણી આફતો અને વૈશ્વિક ઘટનાઓની સચોટ આગાહીઓ માટે જાણીતા છે.

2011માં આવેલી ત્સુનામી વિશે કરી હતી સચોટ આગાહી

એક રિપોર્ટ મુજબ બાબા વેંગાની જેમ જાપાનના રિયો તાત્સુકીએ પણ ભૂતકાળમાં જાપાનમાં થયેલી આફતો વિશે સચોટ આગાહી કરી છે. તે એક મંગા કલાકાર છે. મંગા એક પ્રકારની ગ્રાફિક નવલકથા છે. તાત્સુકી આ કોમિક્સ દ્વારા આગાહીઓ કરે છે.

1999 માં, તેમની ગ્રાફિક નવલકથા 'ધ ફ્યુચર આઈ સો' પ્રકાશિત થઈ હતી. જેમાં તેમણે 2011 માં જાપાનમાં એક મોટી આફતનો સંકેત આપ્યો હતો. આ આગાહી એકદમ સચોટ હતી. 2011 માં એક ભયંકર ત્સુનામી આવી હતી. આ સમય દરમિયાન ફુકુશિમા પરમાણુ રિએક્ટરને પણ નુકસાન થયું હતું. આ આફતમાં 18 હજાર લોકો માર્યા ગયા હતા.

30 જુલાઈએ જાપાનના દરિયાકાંઠે 16 સ્થળોએ સુનામી આવી 

2021 માં તાત્સુકીની 'ધ ફ્યુચર આઈ સો' ની નવી આવૃત્તિ બહાર પડી. જેમાં તેમણે આગાહી કરી હતી કે જુલાઈ 2025માં જાપાનમાં ફરીથી સુનામી આવશે. આ આગાહીને કારણે લોકોએ આ વર્ષે જાપાનમાં તેમની રજાઓ રદ કરવાનું શરૂ કર્યું હતું હાલ ૩૦ જુલાઈના રોજ જાપાનમાં ૧૬ સ્થળોએ સુનામીના મોજા ઉછળી રહ્યા છે. દરેક જગ્યાએ ઇમરજન્સી સાયરન વાગી રહ્યા છે અને ફરી એકવાર આ આગાહી કરનાર સમાચારોમાં આવ્યા છે.