મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

રશિયાને મદદ કરવા ટ્રમ્પે યુક્રેનનું ઇન્ટરનેટ ધીમું કરાવ્યું,અમેરિકાના અધિકારીઓનો ઘટસ્ફોટ

રશિયાને મદદ કરવા ટ્રમ્પે યુક્રેનનું ઇન્ટરનેટ ધીમું કરાવ્યું,અમેરિકાના અધિકારીઓનો ઘટસ્ફોટ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

યુક્રેનમાં તાજેતરમાં ઇન્ટરનેટ ધીમુ પડી ગયુ તે અમેરિકન સરકારનો જ નિર્ણય હોવાની અમેરિકાના પૂર્વ અધિકારીઓની કબૂલાતથી હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ઝેલેન્સ્કીએ ફરિયાદ કરી હતી કે યુક્રેનને સ્ટારલિંકનું આપવામાં આવતું એક્સેસ ધીમુ પડી ગયુ હોવાથી રશિયા પર ડ્રોન હુમલા થઈ શકતા નથી. તેને લઈને યુએસ ગવર્નમેન્ટે તો સત્તાવાર રીતે ઇન્કાર કર્યો હતો, પરંતુ પહેલા મસ્કે જણાવ્યું હતું કે સ્ટારશિલ્ડ અંગેનો કોઈપણ નિર્ણય અમેરિકન ગવર્નમેન્ટ જ લે છે. તેના પછી હવે સરકારના જ અધિકારીઓની આ પ્રકારની ચોખ્ખી જાહેર કબૂલાતથી હડકંપ મચ્યો છે. અમેરિકાના આ છ પૂર્વ અધિકારીઓએ ત્યાં સુધી જણાવ્યું હતું કે યુક્રેન જ નહીં ઇરાન સુધી અમેરિકન સરકારે તેના નીતિગત ધ્યેયો સિદ્ધ કરવા સ્ટારલિંકને ચાલુ પણ કરાવ્યું છે અને બંધ પણ કરાવ્યું છે. ટ્રમ્પ જ નહીં અગાઉ બાઇડેનના શાસનમાં પણ આવું થઈ ચૂક્યું છે. આ બનાવ સ્પષ્ટપણે બતાવે છે કે રશિયા પર પ્રતિબંધો દૂર કરીને તેની સાથે કરેલા ડીઝલના ડીલના બદલામાં ટ્રમ્પ સ્ટારલિંકનું એક્સેસ મર્યાદિત કરીને પુતિનને મદદ કરી રહ્યા છે.

યુક્રેનથી લઈને ઇરાન સુધી અમેરિકન સરકારે તેના નીતિગત ધ્યેયો સિદ્ધ કરવા માટે સ્ટારલિંકને ચાલુ પણ કરાવ્યું છે અને બંધ પણ કરાવ્યું છે. અમેરિકાના છ ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીએ આ વાત જણાવી હતી. ચાર અધિકારીએ જણાવ્યું હતું કે બાઇડેન તંત્રએ સ્પેસએક્સને યમન અને લેબનોનમાં ઇરાન સમર્થિત આતંકીઓને પૂરી પડાતી પ્રોક્સી સર્વિસ બંધ કરવા જણાવ્યું હતું.


જ્યારે ઇરાનમાં વોશિંગ્ટન ઇચ્છતુ હતું કે ંસરકાર વિરોધી દેખાવકારોને સ્ટારલિંકનું એક્સેસ મળે, જેથી દેખાવને વધુ પ્રોત્સાહન મળે. બાઇડનના શાસનના અધિકારીઓ માનતા હતા કે હુથી અને હીઝબુલ્લાહ ડાઇવર્ટેડ ટર્મિનલ્સનો ઉપયોગ કરતા હતા, જે તેમની પાસે વચેટિયાઓ દ્વારા પહોંચતું હતું. ઇન્ટેલિજન્સે ઓક્ટોબર ૨૦૨૩માં વ્હાઇટ હાઉસને જણાવ્યું હતું કે હીઝબુલ્લાહ સાથે જોડાણ ધરાવતી વ્યક્તિએ દક્ષિણ લેબનોનમાં ચાલતા યુદ્ધ દરમિયાન સ્ટારલિંક ટર્મિનલ મેળવ્યું છે.


પાંચ ભૂતપૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે ૨૦૨૪માં તેમણે આવો જ ભય હુથીઓ અંગે વ્યક્ત કર્યો હતો. કેટલાક કેસોમાં તો અમેરિકન તંત્રએ સ્પેસએક્સને સ્પષ્ટ જણાવ્યું છે કે તે આ પ્રકારના ટર્મિનલો ઓળખી કાઢે અને બંધ કરી દે. આમાના કેટલાક ડીએક્ટિવેટ પણ કરાયા હતા, એમ બંને અધિકારીએ જણાવ્યું હતું.


જ્યારે ટ્રમ્પ તંત્રએ જુન ૨૦૨૫માં ઇરાન પર હુમલા કર્યા પછી ઇરાનમાં સ્ટારલિંકને એક્ટિવ કરવા પર ચર્ચા કરી હતી અને ફરીથી ફેબુ્રઆરી ૨૦૨૬માં તેને સક્રિય કરવા ચર્ચા કરી હતી. જો કે ક્યારેય જાહેરમાં તે વાતને સમર્થન આપવામાં આવ્યું નથી કે ઇરાનમાં ટર્મિનલ ચાલુ કરવામાં આવ્યા હતા. વોલસ્ટ્રીટ જર્નલે ફેબુ્રઆરીમાં અહેવાલ આપ્યો હતો કે અમેરિકન સરકારે હજારો સ્ટારલિંક ઇરાનમાં મોકલ્યા હતા. મસ્ક સત્તાવાર રીતે કહી ચૂક્યા છે કે સ્ટારશીલ્ડ સિસ્ટમની માલિકી અને અંકુશ અમેરિકન સરકારનો છે. તેની લિમિટ યુએસ મિલિટરી એટલે કે અમેરિકન પ્રમુખ જ નક્કી કરે છે. તાજેતરમાં જ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલો વિવાદ દર્શાવે છે કે ટ્રમ્પ હવે ઝેલેન્સ્કીથી દૂર જવાનો નિર્ણય કરી ચૂક્યા લાગે છે.મસ્ક આ પહેલા પણ યુક્રેનમાં સ્ટારલિંકનો ઉપયોગ મર્યાદિત કરવાનું પગલું લઈ ચૂક્યા છે. ૨૦૨૨માં સ્પેસએક્સે યુક્રેન જ્યારે તેણે ગુમાવેલા વિસ્તારનો કબ્જો પાછો મેળવવા પ્રયત્ન કરી રહ્યુ હતુ ત્યારે સ્ટારલિંકે તેનું એક્સેસ મર્યાદિત કર્યુ હતુ.

આ સમાચાર શેર કરો