Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : 'Cash Crush', Baba Venga makes global economic predictions for the year 2026

'કેશ ક્રશ' રોકડ અને ડિજીટલ વહેવારો ખોરવાશે, વર્ષ 2026 માટે બાબા વેંગાએ કરી વૈશ્વિક આર્થિક આગાહીઓ

Timeછેલ્લું અપડેટ : 15 Oct 2025
લાઇવ ટીવીGoogle News
'કેશ ક્રશ' રોકડ અને ડિજીટલ વહેવારો ખોરવાશે, વર્ષ 2026 માટે બાબા વેંગાએ કરી વૈશ્વિક આર્થિક આગાહીઓ
સોર્સ : GOOGLE

નવું કેલેન્ડર વર્ષ શરુ થવાને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. આવનારું વર્ષ તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સુખાકારી આપનારું રહે તેવી કામનાઓ સાથે સૌ કોઈ નવા વર્ષની શરુઆત કરે છે. વર્ષ 2026 માટે બાબા વેંગાએ કેટલીક આર્થિક આગાહીઓ કરી છે જે ભયાનક ચિત્ર રજૂ કરે છે. તેમની ઘણી આગાહીઓ સાચી ઠરી છે. બાબા વેંગા 'બાલ્કન્સના નાસ્ત્રેદમસ' તરીકે ઓળખાય છે. તેમણે આગામી વર્ષ માટે ચિંતાજનક વૈશ્વિક ઘટનાઓની આગાહી કરી છે, જેમાં સંભવિત આર્થિક વિનાશ સમાવિષ્ટ છે, જેને તેમણે "કેશ ક્રશ" નામ આપ્યું છે.

App Store

લેડબાઇબલના એક અહેવાલ મુજબ બાબા વેંગાએ 2026 માટે ગંભીર વૈશ્વિક નાણાકીય કટોકટીની આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે આ વર્ષે ડિજિટલ અને ફિઝિકલ ચલણ પ્રણાલી બંને તૂટી જશે, જેના કારણે 'કેશ ક્રશ' થશે. આ કટોકટી બૅન્કિંગ કટોકટી, નબળા ચલણ મૂલ્યો અને બજારમાં લિક્વિડિટીનો અભાવ લાવશે. જે વૈશ્વિક અર્થતંત્રને અસર કરશે. જેમાં ફુગાવા, ઊંચા વ્યાજ દરો અને ટૅક્નોલૉજી ઉદ્યોગમાં અસ્થિરતા શામેલ હોઈ શકે છે.

આર્થિક વિનાશ, અસ્થિરતા આવશે

બાબા વેંગાની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે, જો કે, ઘણી આગાહી ખોટી પણ ઠરી છે. અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિનાશની તેમની આગાહીઓને ફગાવી દીધી છે. બીજી બાજુ બાબા વેંગા પર વિશ્વાસ કરતાં લોકોએ તાજેતરની બજારની અસ્થિરતા, ટેક કંપનીઓમાં મોટા પાયે છટણી અને જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના કારણે અનેક મોટી આર્થિક આપત્તિ આવવાના એંધાણ વ્યક્ત કર્યા છે.

બાબા વેંગાની વાર્તા

બાબા વેંગાને 'બાલ્કનના નાસ્ત્રેદમસ' તરીકે ઓળખવામાં આવે છે. તેમનું સાચું નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. તેમનો જન્મ 1911માં નોર્થ મેસેડોનિયામાં થયો હતો. 12 વર્ષની ઉંમરે તેમણે વાવાઝોડાને કારણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી. તેમના અનુયાયીઓ કહે છે કે, ત્યારબાદ તેમને ભવિષ્ય જોવાની શક્તિ મળી. 30 વર્ષની વયે તેઓ પોતાની આગાહીઓ અને ઉપચાર માટે પ્રખ્યાત થયા હતા. તેમની ખ્યાતિ એટલી મહાન હતી કે ફક્ત સામાન્ય લોકો જ નહીં, પણ બલ્ગેરિયાના રાજા બોરિસ ત્રીજા અને સોવિયેત નેતા લિયોનીદ બ્રેઝનેવ જેવા દિગ્ગજો પણ તેમની પાસે સલાહ લેતા હતા.