ઑસ્ટ્રેલિયામાં ભારતીયો વિરુદ્ધ રસ્તા પર કેમ ઉતર્યા હજારો લોકો? સિડની-મેલબોર્ન સહિત અનેક શહેરોમાં પ્રદર્શન
ઓસ્ટ્રેલિયામાં હજારો લોકો ઇમિગ્રેશન વિરોધી (Anti-immigration) રેલીઓમાં જોડાયા હતા અને ભારતીય પ્રવાસીઓને નિશાન બના

ઓસ્ટ્રેલિયામાં હજારો લોકો ઇમિગ્રેશન વિરોધી (Anti-immigration) રેલીઓમાં જોડાયા હતા અને ભારતીય પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, ઓસ્ટ્રેલિયન સરકારે પ્રદર્શનની નિંદા કરી છે, તેમને નફરત ફેલાવનારા અને નિયો-નાઝીઓ સાથે જોડાયેલા ગણાવ્યા છે.
'માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા' નામની રેલીમાં ભારતીય મૂળના નિવાસીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, જેઓ હવે ત્યાંની વસ્તીના ત્રણ ટકા છે.
ભારતીય પ્રવાસીઓ વિરુદ્ધ પ્રચાર પ્રદર્શન કરતા એક પોસ્ટરમાં લખ્યું હતું, 'પાંચ વર્ષમાં જેટલા ભારતીયો આવ્યા છે, એટલા તો 100 વર્ષમાં ગ્રીક અને ઇટાલિયન પણ નથી આવ્યા. આ ફક્ત એક જ દેશમાંથી આવ્યા છે, જેના વિશે આપણે જાણીએ છીએ કે પ્રવાસની સાંસ્કૃતિક અસર થાય છે. આ કોઈ સામાન્ય સાંસ્કૃતિક ફેરફાર નથી, ઓસ્ટ્રેલિયા એવું આર્થિક ક્ષેત્ર નથી કે જેની સંપત્તિનું આંતરરાષ્ટ્રીય શોષણ કરી શકાય.'
કાર્યક્રમ પહેલા ફેસબુક પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં ભારતીયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમની જનસંખ્યા આંકડા અનુસાર 2013થી 2023 સુધી ડબલ થઇને 845,800 થઇ ગઇ છે.
સિડની-મેલબોર્ન સહિત અનેક શહેરોમાં પ્રદર્શન
સિડની, મેલબોર્ન અને કેનબેરા જેવા શહેરોમાં હજારો લોકો ભેગા થયા હતા અને ભારતીયો વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
સિડનીમાં 8000લોકો જ્યારે મેલબોર્નમાં 5000 લોકો ભેગા થયા હતા.આ દરમિયાન પોલીસ સાથે અથડામણ પણ થઇ હતી.




