અલ કાયદાના ખતરનાક આતંકવાદી અમીનુલ હકની ધરપકડ, ઓસામા બિન લાદેન સાથે છે કનેક્શન
ખતરનાક આતંકવાદી સંગઠન અલ કાયદાનો ટોચનો આતંકવાદી અમીનુલ હક પાકિસ્તાનના પંજા

ખતરનાક આતંકવાદી સંગઠન અલ કાયદાનો ટોચનો આતંકવાદી અમીનુલ હક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે અમીનુલ હક ઓસામા બિન લાદેનની નજીક હતો.
પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન માનવામાં આવે છે અને આ વાત ફરી એકવાર સાબિત થઈ છે. ખતરનાક આતંકવાદી સંગઠન અલ કાયદાના ટોચના આતંકવાદી અમીનુલ હકની પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમીનુલ હક ઓસામા બિન લાદેનની નજીક હતો.
અમીનુલ હક ઓસામા બિન લાદેનનો નજીકનો સહયોગી હતો
પાકિસ્તાન પોલીસના આતંકવાદ વિરોધી વિભાગે શુક્રવારે અમીનુલ હકની ધરપકડ કરી હતી. પાકિસ્તાન પોલીસે અમીનુલ હકની ધરપકડને આતંકવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા ગણાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે વિવિધ ગુપ્તચર એજન્સીઓના સહયોગથી આયોજનબદ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારબાદ અમીનુલ હક પકડાયો હતો. પાકિસ્તાન પોલીસે જણાવ્યું કે અમીનુલ હક 1996થી ઓસામા બિન લાદેનનો નજીકનો સહયોગી હતો.






