Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Are ceasefire claims hollow? Israel's fierce attacks on southern Lebanon

લેબેનોનમાં યુદ્ધવિરામના દાવા પોકળ? ઇઝરાયલના દક્ષિણ લેબેનોન પર ભીષણ હુમલા

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
લેબેનોનમાં યુદ્ધવિરામના દાવા પોકળ? ઇઝરાયલના દક્ષિણ લેબેનોન પર ભીષણ હુમલા
સોર્સ : gstv

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેબેનૉનમાં યુદ્ધવિરામને મજબૂત કરવાના પ્રયાસો છતાં, ક્ષેત્રમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. લેબેનૉનમાં નવા યુદ્ધવિરામ કરારના દાવાઓ વચ્ચે ઈઝરાયલી લડાકુ વિમાનોએ દક્ષિણ લેબેનૉનમાં ડઝનબંધ હવાઈ હુમલાઓ કર્યા છે.

App Store

લેબેનૉનમાં બંને પક્ષો હવે કોઈ હુમલા નહીં કરે: સોમવારે ટ્રમ્પે કર્યો હતો દાવો

સોમવારે અમેરિકાના પ્રમુખે દાવો કર્યો હતો કે તેમણે બેરૂત પર થનારા ઈઝરાયલી હુમલાને રોક્યા છે. તેમણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને હિઝબુલ્લાહના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી અને બંને પક્ષોએ "તમામ પ્રકારનો ગોળીબાર બંધ કરવા" પર સહમતિ સાધી હતી.

ટ્રમ્પે નેતન્યાહૂને ખખડાવ્યા પણ હતા 

અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર લેબેનૉન પર ઈઝરાયલના હુમલાથી અમેરિકા ભડક્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારની ટેલિફોનિક વાતચીતમાં નેતન્યાહૂને 'પાગલ' સહિતના અપશબ્દો કહ્યા હતા અને હુમલા રોકવા આદેશ આપ્યો હતો. જોકે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે સ્પષ્ટ કર્યું છે કે, જો ઈઝરાયલના શહેરો પર હુમલા ચાલુ રહેશે, તો અમે બેરૂત પર હુમલા કરીશું.

મંગળવારે ઈઝરાયલે લેબેનૉનમાં કર્યા હવાઈ હુમલા

પરંતુ, મંગળવારે લેબેનૉનની સ્ટેટ નેશનલ ન્યૂઝ એજન્સીએ દક્ષિણ લેબેનૉનમાં 30 ઈઝરાયલી હુમલાઓ થયા હોવાનો અહેવાલ આપ્યો હતો. સિદોન શહેર નજીક એક ભયાનક હુમલામાં એક જ પરિવારના બે બાળકો અને એક મહિલા સહિત 6 લોકોના મોત થયા હતા. 

નાબતિયેહ શહેર ખાલી કરવા ઈઝરાયલનો આદેશ

ઈઝરાયલની સેનાએ નાબતિયેહ શહેર માટે ખાલી કરવાની ચેતવણી જાહેર કરી છે. ઈઝરાયલની સેનાએ આ હુમલાઓ માટે "હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન"ને જવાબદાર ઠેરવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે તેઓ યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યા છે. 

હિઝબુલ્લાહે સીઝફાયર તોડ્યું: ઈઝરાયલનો આરોપ

ઈઝરાયલની સેનાના જણાવ્યા અનુસાર, મંગળવારે લેબેનૉનમાંથી સાફેદ શહેર પર બે પ્રોજેક્ટાઇલ્સ છોડવામાં આવ્યા હતા. સાથે જ 'ધ ટાઇમ્સ ઑફ ઈઝરાયલ'ના અહેવાલ મુજબ, વેસ્ટર્ન ગેલિલીમાં લેબેનૉન સરહદ નજીક એક લશ્કરી ચોકી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જોકે તેમાં કોઈ ઈજાના અહેવાલ નથી.

બીજી માર્ચે લેબેનૉન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયો હતો સૈન્ય સંઘર્ષ

હવે ઈઝરાયલની સેના લેબેનૉનમાં ઘૂસી ગઈ છે અને Beaufort Castle પર કબજો કરી લીધો છે. નોંધનીય છે કે આ જ કિલ્લા પર 1982થી વર્ષ 2000 સુધી પણ ઈઝરાયલનો જ કબજો હતો. આમ 26 વર્ષ બાદ લેબેનૉન પર ઈઝરાયલનો આ સૌથી મોટો હુમલો છે. 

હોર્મુઝની ખાડી પર અમેરિકાનું ફોકસ 

ટ્રમ્પનું મુખ્ય ધ્યાન હોર્મુઝની ખાડી ફરી ખોલવા પર છે, કારણ કે તેના બંધ થવાથી તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જોકે ઈરાન કહી રહ્યું છે કે અમેરિકા સાથે થયેલી વાટાઘાટોમાં અમે લેબેનૉનમાં પણ યુદ્ધવિરામની શરત મૂકી હતી જે અમેરિકા અને ઈઝરાયલે માનવી જોઈએ.