Video: ‘અમેરિકાની પ્રજાએ ટ્રમ્પના યુદ્ધના નિર્ણયોને નકારી દીધા છે...’

અમેરિકાની મીડટર્મ ચૂંટણીના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે અને વિરોધી ડેમોક્રેટ્સ પક્ષે કોંગ્રેસ પર નિયંત્રણ મેળવવા તરફ મજબૂત કદમ ઉઠાવ્યા છે. આ રાજકીય ફેરબદલ પર ઈરાનની પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાની સંસદના સ્પીકર મહોમ્મદ બાકેર ગાલીબાફે જણાવ્યું હતું કે, અમેરિકાના લોકોએ મોંઘવારી અને યુદ્ધના મુદ્દા પર પોતાનો સ્પષ્ટ વિરોધ દર્શાવી દીધો છે અને યુદ્ધ સામે ના કહી દીધી છે, અમેરિકાના લોકોના આ શાંતિપૂર્ણ સંદેશનું ઈરાન સમર્થન કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં ગાલીબાફે ચેતવણી આપતાં લખ્યું કે, મનનો અવાજ હોય કે મોંઘવારી, પણ અમેરિકાની જનતાએ યુદ્ધનો વિરોધ કર્યો છે અને અમે તેમના આ નિર્ણયને આવકારીએ છીએ. જો અમેરિકન સરકાર પોતાની જનતાના અવાજને નજરઅંદાજ કરીને અન્ય દેશો કે દબાણ કરનારાઓના ઈશારે કામ કરશે અને જો અમેરિકા ઈરાન સામે કોઈ પગલું ભરશે, તો ઈરાન તેનો એવો સખત અને ભયાનક જવાબ આપશે.





