મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈરાનમાં સત્તા ઉલટફેર/ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હિજાબ વિરોધી પેઝેશ્કિયનની જીત, જલીલીની 30 લાખ મતે હાર

ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ સત્તામાં મોટો ઉલટફેર થયો છે. ગયા અઠવાડિયે થયેલા મતદાનમાં ટોચના

ઈરાનમાં સત્તા ઉલટફેર/ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હિજાબ વિરોધી પેઝેશ્કિયનની જીત, જલીલીની 30 લાખ મતે હાર

ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ સત્તામાં મોટો ઉલટફેર થયો છે. ગયા અઠવાડિયે થયેલા મતદાનમાં ટોચના બે ઉમેદવારો વચ્ચેની સીધી હરીફાઈમાં, સુધારાવાદી નેતા મસૂદ પેઝેશ્કિયાને કટ્ટરપંથી ઉમેદવાર સઈદ જલીલીને હરાવીને જીત મેળવી હતી. ગયા મહિને ઈરાનમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું મૃત્યુ થયા બાદ શુક્રવારના પેઝેશ્કિયાન અને જલીલી વચ્ચે સીધી હરીફાઈ વચ્ચે મતદાન થયું હતું. પેઝેશ્કિયનને 1.64 કરોડ મત મળ્યા જ્યારે જલીલીને 1.35 કરોડ મત મળ્યા હતા. અર્થાત પેઝેશ્કિયનને જલીલીને 30 લાખ મતોથી હરાવ્યા છે.  

ઈરાનમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ઈબ્રાહીમ રઈસી ફરીવાર દેશના રાષ્ટ્રપતિ બન્યાં હતા. પરંતુ તેમનું દુર્ઘટનામાં મોત થયા બાદ ચૂંટણી થઈ હતી. જેમાં ઈરાનના ઉદારવાદી નેતા મસૂદ પેઝેશ્કીયને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતીને કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને 30 લાખ વોટથી હરાવી દીધા. મસૂદને 1.64 કરોડ વોટ મળ્યા હતા. જ્યારે જલીલીને 1.36 કરોડ વોટ મળ્યા છે.

ઈરાનના 9માં રાષ્ટ્રપતિ બન્યાં 

માહિતી અનુસાર મસૂદ પેઝેશ્કીયન હવે ઈરાનના 9મા રાષ્ટ્રપતિબ ની ગયા છે. તે હિજાબવિરોધી અને ઉદારવાદી નેતા તરીકે જાણીતા છે. ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીનું નિધન થયા બાદ ફરી એકવાર દેશમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈબ્રાહીમ રઈસી 19મેના રોજ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામી ગયા હતા.

કોણ છે પેઝેશ્કીયન 

મસૂદ પેઝેશ્કીયન એક સર્જન રહી ચૂક્યા છે. તે હાલમાં દેશના સ્વાસ્થ્યમંત્રી છે. ચૂંટણીથી પહેલા રાજકીય ભાષણો દરમિયાન તેમણે અનેકવાર હિજાબનો વિરોધ કર્યો હતો. તે મોરલ પોલિસિંગનો પણ વિરોધ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં હિજાબનો મુદ્દો છવાઈ ગયો હતો.

આ સમાચાર શેર કરો