મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકાની વધુ એક આડોડાઈ, રશિયાથી ઓઈલ ખરીદતા દેશો પર પ્રતિબંધ લગાવવા EU ને કરી અપીલ

અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ ઝીંકતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. અમેરિક

અમેરિકાની વધુ એક આડોડાઈ, રશિયાથી ઓઈલ ખરીદતા દેશો પર પ્રતિબંધ લગાવવા EU ને કરી અપીલ

અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ ઝીંકતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. અમેરિકા ભારત પર રશિયાથી ઓઈલ ન ખરીદવા માટે સતત દબાણ કરી રહ્યું છે. એવામાં અમેરિકાના સેક્રેટરી ઓફ ટ્રેઝરી ( નાણામંત્રી ) સ્કોટ બેસેન્ટે યુરોપિયન યુનિયનને અપીલ કરી છે કે તેઓ પણ રશિયા પર આર્થિક દબાણ વધારવા અમેરિકાનો સાથ આપે. તેમણે સંકેત આપ્યા છે કે રશિયાથી ક્રૂડ ઓઈલ ખરીદતા દેશો પર હજુ વધારાના ટેરિફ લગાવવામાં આવી શકે છે. 

સ્કોટ બેસેન્ટે નામ લીધા વિના ભારતને ચેતવણી આપી

સ્કોટ બેસેન્ટે રવિવારે કહ્યું કે રશિયાનું અર્થતંત્ર અસ્થિર કરવા માટે અમે હજુ દબાણ વધારવા માટે તૈયાર છીએ પરંતુ અમને તેમાં યુરોપના પણ સાથની જરૂર છે. જો યુરોપ અમારો સાથ આપે અને રશિયાથી ઓઈલ ખરીદતા દેશો પર ટેરિફ લગાવે તો રશિયાનું અર્થતંત્ર ધરાશાયી થઈ જશે. જેથી વ્લાદિમીર પુતિને મજબૂરીમાં સમાધાન કરવા રાજી થવું પડશે. આમ સ્કોટ બેસેન્ટે નામ લીધા વિના ભારતને ચેતવણી આપી છે. 

નોંધનીય છે કે ટ્રેડ ડીલ સફળ ન થવાના કારણે અમેરિકાએ ભારત પર 25 ટકા અને રશિયાથી ઓઈલ ખરીદવાના કારણે વધારાના 25 ટકા એમ કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. જે બાદથી જ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમના સભ્યો અવારનવાર ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો