મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

નાદાર પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો! અફઘાનિસ્તાને કરાવ્યો વેપાર બંધ, આપી દીધી ડેડ-લાઈન

નાદાર પાકિસ્તાન હવે ખરેખરૂ ફસાયું છે. અફઘાનિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વ

નાદાર પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો! અફઘાનિસ્તાને કરાવ્યો વેપાર બંધ, આપી દીધી ડેડ-લાઈન

નાદાર પાકિસ્તાન હવે ખરેખરૂ ફસાયું છે. અફઘાનિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિત્તમંત્રી મુલ્લાહ અબ્દુલ ગની બરાદરે તેના વ્યાપારીઓ ઉપર ૩ મહિનાની ડેડ-લાઈન મુકી છે, તે દરમિયાન વેપારીઓએ પાકિસ્તાન સાથેનો વેપાર ઘટાડતા જવો પડશે. અને ૩ મહિનાના અંતે વેપાર સદંતર બંધ કરવો પડશે. આ સાથે અફઘાનિસ્તાને, ૩ મહિના પછી તો તે ટ્રેડ-રૂટ સદંતર બંધ કરી દીધા છે.

આ કોઈ રાજકીય પગલું નથી. તેની સ્પષ્ટતા કરતાં બરાદરે જણાવ્યું હતું કે, આ પાછળનો હેતુ, અમારા ઉદ્યોગો, વ્યાપાર અને અફઘાનોના અધિકારોનું રક્ષણ કરવાનો છે.

દવાઓ પણ હવે પાકિસ્તાન પાસેથી નહી કરે આયાત

આ ઉપરાંત વેપારીઓને દવાઓ જેવી મહત્વની ચીજો પણ પાકિસ્તાનમાંથી આયાત કરવાને બદલે અન્ય દેશોમાંથી આયાત કરવા જણાવી દેવાયું છે. તેટલું જ નહીં પરંતુ તે આયાતો પાકિસ્તાનના માર્ગેથી નહીં પરંતુ અન્ય દેશોના માર્ગે આયાત કરવા હુકમ કરાયો છે. વિમાનો પણ પાકિસ્તાનના માર્ગેથી નહીં પણ ઇરાન જેવા પાડોશના દેશો ઉપરથી લાવવા હુકમ કરાયો છે.

આ સમાચાર શેર કરો