મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકન સાયન્ટિસ્ટ એમ્બ્રોઝ અને ગેરી રુવકોનને મેડિસીનમાં મળ્યો નોબેલ પ્રાઈઝ 

નોબેલ પ્રાઈઝ 2024 માટેના વિજેતાઓની જાહેરાત આજથી એટલે કે સોમવાર, 7 ઓક્ટોબરથી શરૂ

અમેરિકન સાયન્ટિસ્ટ એમ્બ્રોઝ અને ગેરી રુવકોનને મેડિસીનમાં મળ્યો નોબેલ પ્રાઈઝ 

નોબેલ પ્રાઈઝ 2024 માટેના વિજેતાઓની જાહેરાત આજથી એટલે કે સોમવાર, 7 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. આજે મેડિસિન અને ફિઝિયોલોજી ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. 2024નું મેડિસિનમાં નોબેલ પુરસ્કાર વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકોનને એનાયત કરવામાં આવ્યું છે. માઇક્રો RNAની શોધ બદલ આ પુરસ્કારથી નવાજ્યા છે. નોબેલ પુરસ્કાર 1901 માં શરૂ થયો ત્યારથી, 2024 સુધીમાં મેડિકલ ક્ષેત્રે 229 લોકોને આ એવોર્ડની નવાજ્યા છે.

જણાવી દઈએ કે, 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને શાંતિ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકોને નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. આ ઈનામો સ્વીડનના સ્ટોકહોમમાં આપવામાં આવી રહ્યા છે. નોબેલ પ્રાઈઝમાં 11 મિલિયન સ્વીડિશ ક્રોનર અર્થાત અંદાજિત 8.90 કરોડ રૂપિયાનું રોકડ રાશિ આપવામાં આવશે.

ગત વર્ષે મેડિસિન વિભાગમાં કેટલિન કેરીકો અને ડ્રુ વેઈસમેનને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. નોબેલ પુરસ્કાર આપનારી સમિતિએ કહ્યું હતું કે, તેમના દ્વારા આપવામાં આવેલી mRNA ટેક્નોલોજીથી બનેલી કોરોના વેક્સિન થકી દુનિયા કોરોના મહામારીથી બચી શકી. કોરોના દરમિયાન આવું પહેલીવાર બન્યું જ્યારે mRNA ટેક્નોલોજી પર આધારિત રસી બનાવવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો