મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકાએ ભારતીયો માટે કરી મોટી જાહેરાત, ટુરિસ્ટ-સ્કિલ વર્કર અને વિદ્યાર્થીઓને થશે ફાયદો

અમેરિકાએ હવે ભારતીયોને લગતી એક મોટી જાહેરાત કરી છે. જેમાં ભારતીય મુસાફરો, સ્કિલ વર્કર અને સ્ટુડન્ટ્સ માટે ગુડ ન્

અમેરિકાએ ભારતીયો માટે કરી મોટી જાહેરાત, ટુરિસ્ટ-સ્કિલ વર્કર અને વિદ્યાર્થીઓને થશે ફાયદો

અમેરિકાએ હવે ભારતીયોને લગતી એક મોટી જાહેરાત કરી છે. જેમાં ભારતીય મુસાફરો, સ્કિલ વર્કર અને સ્ટુડન્ટ્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. ભારતમાં સંચાલિત અમેરિકન એમ્બેસીએ વધારાની 2,50,000 વિઝા અપોઇન્ટમેન્ટ જાહેર કરી છે. જેનો લાભ ભારતીય મુસાફરો ખાસ કરીને ટુરિસ્ટ, સ્કિલ વર્કર અને વિદ્યાર્થીઓ લઈ શકશે. 

હજારો ભારતીયોને થશે ફાયદો 

અમેરિકન એમ્બેસીના જણાવ્યાનુસાર આ જાહેરાતથી અમેરિકા જવા માગતા હજારો ભારતીય અરજદારોને   સમયસર ઈન્ટરવ્યૂ, મુસાફરીની સુવિધાઓ મળી શકશે. જેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની શકશે. અમેરિકાની એેમ્બેસીએ જણાવ્યું હતું કે સતત બીજા વર્ષે અમારી પાસે 10 લાખ જેટલી નોન ઈમિગ્રન્ટ વિઝા અરજીઓ આવી હતી. અમારો ધ્યેય પરિવારોને એકજૂટ કરવાનો, વેપારને વધારવાનો અને ટુરિઝમ વધારવાનો છે.

આ સમાચાર શેર કરો