ડિબેટ બાદ ટેલર સ્વિફ્ટે પ્રેસિડેન્ટ પદ માટે કમલા હેરિસનું કર્યું સમર્થન, કહ્યું- ‘મેં પસંદગી કરી લીધી છે’
અમેરિકાની પ્રખ્યાત સિંગર ટેલર સ્વિફ્ટે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમ

અમેરિકાની પ્રખ્યાત સિંગર ટેલર સ્વિફ્ટે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન આપ્યું છે. ગ્લોબલ મેગાસ્ટારે હાલમાં સોશિયલ મીડિયા પોસ્ટ મારફત કમલા હેરિસની આગામી રાષ્ટ્રપતિ પદ પર પસંદગી કરતાં કહ્યું છે કે, આ ડેમોક્રેટિક ઉમેદવાર સ્થિર અને હોશિયાર નેતા છે.
ટીવી પર રાષ્ટ્રપતિ ઉમેદવાર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે યોજાયેલી ડિબેટ જોયા બાદ ટેલર સ્વિફ્ટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી પોતાનો નિર્ણય જણાવ્યો હતો કે, હું પાંચ નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદે કમલા હેરિસ અને ઉપરાષ્ટ્રપતિ પદે ટીમ વોલ્ઝને મત આપીશ. આ પોસ્ટ ટેલિવિઝન પર પ્રસારિત રાષ્ટ્રપતિ ઉમેદવારની પસંદગી માટે યોજાયેલી ડિબેટ બાદ કરવામાં આવતાં વાયરલ થઈ હતી.
શું લખ્યું હતું પોસ્ટમાં
હું કમલા હેરિસને મત આપવા જઈ રહી છું કારણ કે, તેઓ અધિકારો માટે લડે છે અને હું માનું છું કે, આપણે એક યોદ્ધાની જરૂર છે. તે સ્થિર અને હોશિયાર નેતા છે, હું માનું છું કે જો આપણે અરાજકતા નહીં પણ શાંતિને નેતૃત્વ કરવા દઈશું તો આપણે આ દેશમાં ઘણું બધું કરી શકીશું." પછી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ‘ચાઈલ્ડલેસ કેટ લેડી’ તરીકે સિગ્નેચર કર્યા છે.
AIની મદદથી મારો દુરપયોગ થયો
હાલમાં જ મને જાણવા મળ્યું કે, AIની મદદથી મારો દુરુપયોગ કરી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપતી દર્શાવવામાં આવી છે. જેનાથી મારામાં AI ભય પેદા થયો છે કે, તે કેટલું ખતરનાક છે. જેથી પારદર્શિતા ફેલાવવા અને લોકોને સત્ય જણાવતાં હું આ ચૂંટણીમાં કમલા હેરિસને સંપૂર્ણપણે સમર્થન આપી રહી છું, તેવી જાહેરાત કરી રહી છું. ટીમવોલ્ઝ LGBTQ+ના હકો, આઈવીએફસ અને મહિલાના હકો માટે લડી રહ્યા છે.
એલન મસ્કે આપ્યો ટેલરને જવાબ
ટેલરની આ પોસ્ટ પર ટેસ્લાના સીઈઓ એલન મસ્કે તેની ચાઈલ્ડલેસ કેટ લેડીના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. તેણે X પર ટ્વિટ કર્યું હતું કે, "ખૂબ સરસ ટેલર... તમે જીતી જાઓ... હું તમને એક બાળક આપીશ અને જીવનભર તમારી બિલાડીઓની રક્ષા કરીશ."








