વેટિકન સિટીની જેમ જ બનશે એક અલગ મુસ્લિમ દેશ, મહિલાઓ માટે નહીં હોય કોઈ પાબંદી
વેટિકન સિટીને વિશ્વનો સૌથી નાનો દેશ માનવામાં આવે છે અને કહેવાય છે કે ખ્રિસ્તી ધર્મની 'ટોપ પ

વેટિકન સિટીને વિશ્વનો સૌથી નાનો દેશ માનવામાં આવે છે અને કહેવાય છે કે ખ્રિસ્તી ધર્મની 'ટોપ પાવર' અહીં કાયમ છે. પોપ અહીં બેસીને અહીંથી ધર્મ સંબંધિત બાબતો પર પોતાનો અભિપ્રાય આપે છે. વેટિકન સિટીને માત્ર એક દેશનો દરજ્જો છે. આ જ તર્જ પર એક મુસ્લિમ મૌલવીએ પણ આવો એક દેશ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યાંથી મુસ્લિમો મુદ્દે ડિલ કરવામાં આવશે. આ દેશ અલ્બેનિયાની રાજધાની તિરાનામાં હશે. આ વિશ્વનો સૌથી નાનો દેશ હશે. તેનો વિસ્તાર ન્યૂયોર્ક સિટીના 5 બ્લોક જેટલો હશે. અહીં દારૂ પીવાની છૂટછાટ ઉપરાંત મહિલાઓને પણ તેઓ જે ઈચ્છે તે પહેરવાની સ્વતંત્રતા હશે. તેમના માટે જીવનશૈલીની કોઈ પાબંદી નહીં હોય.
તિરાના નામનો અલગ દેશ બનાવવાનો પ્રયાસ કરી રહેલા મૌલવી એડમન્ડ બ્રાહ્મીમાજનું કહેવું છે કે, ખુદાએ કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો નથી. એટલા માટે ભગવાને આપણને મગજ આપ્યું છે, જેથી આપણે નક્કી કરી શકીએ કે શું કરવાનું છે. બાબા મોન્ડીના નામથી પ્રખ્યાત એડમંડનું કહેવું છે કે આ 27 એકરમાં બનેલો દેશ હશે, જેને અલ્બેનિયા અલગ દેશ તરીકે વિકસાવવા માટે તૈયાર છે. તેનું પોતાનું વહીવટીતંત્ર હશે, તેની સરહદો નક્કી કરવામાં આવશે અને લોકોને પાસપોર્ટ પણ આપવામાં આવશે. અલ્બેનિયાના વડાપ્રધાન એડી રામાએ પણ કહ્યું છે કે તેઓ આવા દેશ વિશે જાહેરાત કરશે. આ દેશ ઇસ્લામની સૂફી પરંપરાથી સંબંધિત બેક્તાશી ઓર્ડરના નિયમોનું પાલન કરશે.
મીડિયાને આ મુસ્લિમ દેશ વિશે જણાવતા અલ્બેનિયાના વડાપ્રધાન ઈદી રામાએ કહ્યું કે, 'આ દેશ અલ્બેનિયાની રાજધાની તિરાનામાં બનાવવામાં આવશે, જેમાં બેક્તશી પરંપરાના નિયમો અને આદેશોનું પાલન કરવામાં આવશે. આ નિયમો અને આદેશો 13મી સદીમાં તુર્કિયેમાં સ્થાપિત શિયા સૂફી સમુદાય દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા.
આવો હશે નવો મુસ્લિમ દેશ
નવા મુસ્લિમ દેશની સ્થાપના લગભગ 27 એકર વિસ્તારમાં થશે, જે અમેરિકન શહેર ન્યૂયોર્કના 5 બ્લોક્સ જેટલી હશે. આ નવા દેશનું પોતાનું બંધારણ હશે. અહીં રહેતા લોકો દારૂ પી શકશે અને મહિલાઓ પણ સંપૂર્ણપણે આઝાદી આપવામાં આવશે. મહિલાઓ કોઈપણ કપડા પહેરી શકશે અને જીવનશૈલી અંગે કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ દેશની સરહદો નક્કી કરવા આવશે અને આ દેશના લોકોને પાસપોર્ટ આપવામાં આવશે. તેના અલગ કાયદાઓ સાથેની અલગ જ સરકાર હશે. અલ્બેનિયાના વડાપ્રધાન ઈદી રામાએ પણ કહ્યું છે કે, આ દેશ ઇસ્લામની સૂફી પરંપરાથી સંબંધિત બેક્તાશી ઓર્ડરના નિયમોનું પાલન કરશે.
13મી સદીમાં થઈ હતી બેક્તાશી ઓર્ડરની શરૂઆત
બેક્તાશી ઓર્ડરનો ઉદ્દભવ 13મી સદીમાં ઓટ્ટોમન સામ્રાજ્ય દરમિયાન થયો હતો. હાલમાં 65 વર્ષીય બેક્તાશી ઓર્ડરના વડા બાબા મોન્ડી છે. જે અગાઉ અલ્બેનિયન આર્મીમાં સેવા આપી ચૂક્યા છે. તેઓ વિશ્વના લાખો મુસ્લિમોમાં હાજી દેડે બાબા તરીકે પણ ઓળખાય છે. બેક્તાશી ઓર્ડર શિયા સૂફી સંપ્રદાયના છે, જેના મૂળ 13મી સદીમાં તુર્કિયેમાં જોવા મળે છે, પરંતુ હવે સમુદાય અલ્બેનિયામાં સ્થિત છે. અલ્બેનિયાના પીએમ ઈદી રામાનું કહેવું છે કે, અમે એક નવું મુસ્લિમ રાજ્ય બનાવી રહ્યા છીએ જેથી કરીને ઈસ્લામનો ઉદારવાદી ચહેરો દુનિયા સમક્ષ રજૂ કરી શકાય. જેમનો અમને ગર્વ છે.'
ઈસ્લામનો ઉદારવાદી ચહેરો દુનિયા સમક્ષ રજૂ કરી શકાય
ઈદી રામાએ કહ્યું કે આપણે આ ખજાનાની રક્ષા કરવી જોઈએ અને ધાર્મિક સહિષ્ણુતાને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. અમે જે નવો દેશ બનાવવા જઈ રહ્યા છીએ તે પૂર્વી તિરાનામાં હશે અને તેનું કદ વેટિકન સિટીના ચોથા ભાગ જેટલું હશે. લોકો પર કોઈ નિયંત્રણો નહીં હોય અને તેમને પોતાની રીતે જીવન જીવવાનો મોકો મળશે.'
બાબા મોન્ડીનું કહેવું છે કે, 'ખુદા કોઈ પણ બાબત પર પ્રતિબંધ લાદતા નથી. એટલા માટે તેમણે આપણને મગજ આપ્યું છે જેથી આપણે આપણા વિવેકબુદ્ધિથી નક્કી કરી શકીએ કે આપણા માટે શું ખોટું છે અને શું સાચું છે.'








