મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાને લઈ જતું લશ્કરી વિમાન ગુમ

સરકારે જણાવ્યું હતું કે ‘માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાને લઈ જતું લશ્કરી વિમાન સ

માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાને લઈ જતું લશ્કરી વિમાન ગુમ

સરકારે જણાવ્યું હતું કે ‘માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાને લઈ જતું લશ્કરી વિમાન સોમવારે સવારે ઊતરવામાં નિષ્ફળ જતાં ગુમ થઈ ગયું હતું. એરક્રાફ્ટ રડારથી ગાયબ થઈ ગયા પછી તેનો સંપર્ક કરવાના ઉડ્ડયન અધિકારીઓના તમામ પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ ગયા છે."

51 વર્ષીય ચિલિમા અને અન્ય નવ લોકો પ્લેનમાં સવાર હતા, જે સ્થાનિક સમય મુજબ (0700 GMT) સવારે 9:00 વાગ્યા પછી જ ઉડાન ભરી હતી.

નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ પ્રાદેશિક અને રાષ્ટ્રીય દળોને "વિમાનને શોધવા માટે માટે તાત્કાલિક સર્ચ ઓપરેશન અને બચાવ કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે."

ચકવેરા, જેઓ કાર્યકારી સફર માટે બહામાસની મુલાકાત લેવાના હતા તેમને  ત્યારથી તેમની મુલાકાત રદ કરી દીધી છે.

2022માં, ચિલિમાની ધરપકડ કરવામાં આવી હતી અને બ્રિટિશ-માલાવીના ઉદ્યોગપતિને સંડોવતા લાંચ કૌભાંડમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગયા મહિને, માલાવીયાની અદાલતે ચિલીમા સામેના આરોપોને ફગાવી દીધા હતા.

આ સમાચાર શેર કરો