મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'બીજા શૂટરથી લઈને માફિયા કનેક્શન', જ્હોન એફ. કેનેડીની હત્યા સબંધિત વિસ્ફોટક ખુલાસાઓ પર એક નજર

અમેરિકાની ટ્રમ્પ સરકારે 18 માર્ચે સાંજે રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીની હત્

'બીજા શૂટરથી લઈને માફિયા કનેક્શન', જ્હોન એફ. કેનેડીની હત્યા સબંધિત વિસ્ફોટક ખુલાસાઓ પર એક નજર

અમેરિકાની ટ્રમ્પ સરકારે 18 માર્ચે સાંજે રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીની હત્યા સંબંધિત 80,000 ફાઇલો જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાકીના તમામ રેકોર્ડ જાહેર કરવાના તેમના ચૂંટણી પ્રચાર વચનના ભાગ રૂપે આ ફાઇલો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ દસ્તાવેજોના જાહેર થતાં ટેક્સાસના ડલ્લાસમાં 22 નવેમ્બર, 1963ના રોજ બનેલી ઘટનાઓના રહસ્ય પરથી પડદો હટવાની અપેક્ષા છે.

તાજેતરમાં, ૮૦,૦૦૦ દસ્તાવેજો જાહેર થયા પછી, આ હત્યા અંગેની અટકળો ફરી એકવાર તેજ બની છે. 2017 માં તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હત્યા સંબંધિત ફાઇલોને જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને કારણે હજારો દસ્તાવેજો ગુપ્ત રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ, જાન્યુઆરીમાં, ટ્રમ્પે રોબર્ટ એફ સહિત બાકીના તમામ દસ્તાવેજોને જાહેર કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા સંબંધિત ફાઇલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

જ્હોન એફ. કેનેડી હત્યાકાંડના કાવતરાના સિદ્ધાંતો દાયકાઓથી ફરતા રહ્યા છે. જ્યારે સત્તાવાર કથા એવી હતી કે લી હાર્વે ઓસ્વાલ્ડે એકલા કામ કર્યું હતું, નવા પુરાવા સૂચવે છે કે સત્ય અલગ હોઈ શકે છે.

JFK ફાઇલોમાંથી કેટલાક સૌથી વિસ્ફોટક ખુલાસા પર એક નજર

સીઆઈએની સંડોવણી

સૌથી ચોંકાવનારા ખુલાસાઓમાંનો એક સૂચવે છે કે કેનેડીની હત્યામાં સીઆઈએની સંડોવણી હતી. નવેમ્બર ૧૯૬૩ના નવા જાહેર કરાયેલા ડોક્યુમેન્ટમાં જણાવાયું છે કે કેવી રીતે સીઆઈએ અધિકારીએ ઓસ્વાલ્ડની ગતિવિધિઓ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં એ હકિકતોનો પણ સમાવેશ છે કે કેનેડીની હત્યાના થોડા અઠવાડિયા પહેલા તેણે મેક્સિકો સિટીમાં સોવિયેત અને ક્યુબાના દૂતાવાસોની મુલાકાત લીધી હતી. જોકે, ઉચ્ચ અધિકારીઓએ ચિંતાજનક ચિંતાઓને ફગાવી દીધી. જોકે ફાઇલો સીઆઈએ દ્વારા હત્યાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની પુષ્ટિ કરતી નથી, પરંતુ તે સૂચવે છે કે એજન્સી કાં તો સંડોવાયેલી હતી અથવા અક્ષમ હતી.

બીજો શૂટર: એક ફાઇલમાં વિસ્ફોટક પુરાવા મળી આવ્યા હતા જે એ સિદ્ધાંતને સમર્થન કરે છે કે આ હ્તાયમાં બીજો શૂટર પણ હતો. જે અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. વોરેન કમિશને ભારપૂર્વક કહ્યું છે કે, ઓસ્વાલ્ડે એકલા હાથે કામ કર્યું હતું અને તેણે ૮.૬ સેકન્ડમાં ત્રણ ગોળી ચલાવી હતી. જોકે, તાજેતરમાં પ્રકાશિત થયેલી ફાઇલોમાં બેલિસ્ટિક્સ રિપોર્ટ્સ અને સાક્ષીઓના નિવેદનો દર્શાવે છે કે આ સત્ય નથી. ડોક્યુમેન્ટ મુજબ ગોળી કેનેડીના મોટરકાફલાની આગળ એક ઉંચા વિસ્તારમાં ઘાસના ઢોળાવ પરથી આવી હશે. આ નવું સૂચન એકલા ગનમેન થિયરીનો વિરોધાભાસ કરે છે. ૧૯૭૯માં હાઉસ સિલેક્ટ કમિટી ઓન એસેસિનેશન્સ (HSCA) એ નિષ્કર્ષ કાઢ્યો કે ધ્વની સાક્ષ્ય પુરાવા મુજબ બીજો શૂટર હોવાની "ઉચ્ચ સંભાવના" છે. નવી ફાઇલો સાક્ષીઓના નિવેદનો સાથે સિદ્ધાંતને સમર્થન આપે છે. ડલ્લાસના એક સ્થાનિક વ્યક્તિનું એક દબાયેલું નિવેદન છે જેને સરકારી એજન્ટો દ્વારા ચૂપ રહેવાની મજબૂર કરવામાં આવ્યો હતો. 

માફિયા કનેક્શન

વાયરટેપ ટ્રાન્સક્રિપ્ટ્સ સૂચવે છે કે હત્યાના કાવતરામાં સંગઠિત ગુના સામેલ હોઈ શકે છે, માફિયા ગેંગે "કેનેડીની સંભાળ રાખવાની" જરૂરિયાત પર ચર્ચા કરી હતી.  ABC7 શિકાગો દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિસ્ફોટક દસ્તાવેજમાં શિકાગો માફિયા ડોન્સને ક્યુબાના લશ્કરી કર્મચારીઓને તાલીમ આપવા સાથે પણ જોડવામાં આવ્યા છે. ફાઇલો દર્શાવે છે કે માફિયાઓ, કાસ્ટ્રો વિરોધી ક્યુબન લોકો, તેમજ બદમાશ CIA તત્વોનું ગઠબંધન હોઈ શકે છે. કદાચ આ પાછળનો હેતુ બદલો લેવાનો હતો, કારણ કે બે ઓફ પિગ્સ દરમિયાન રાષ્ટ્રપતિના કથિત વિશ્વાસઘાતથી માફિયા લોકોમાં ફૂટ પડાવી હતી.  જેમણે ફિડેલ કાસ્ટ્રોની ક્રાંતિ સામે ક્યુબન કેસિનોનું સંચાલન ગુમાવ્યું હતું.

ફાઈલમાં થયા વિસ્ફોટક ખુલાસાઓ 

ફાઇલોમાં કેટલાક અન્ય વિસ્ફોટક ખુલાસા પણ હતા, જેમાં એ હકીકતનો સમાવેશ થાય છે કે CIA મેમોમાં  અધિકારી જ્યોર્જ જોનાઇડ્સ દ્વારા ઓસ્વાલ્ડ સાથે જોડાયેલા કાસ્ટ્રો વિરોધી જૂથને $25,000 આપ્યા હતા. આનાથી સીઆઈએના હત્યારા સાથેના સંબંધો પર સવાલો ઉઠ્યા. બીજી એક ફાઇલમાં ખુલાસો થયો કે ઓસ્વાલ્ડના ક્યુબન ગુપ્તચર સંપર્કો પર CIA ની દેખરેખ વધારી દેવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વધુમાં ઓસ્વાલ્ડના મૃત્યુ પહેલાં મળેલા ફોન કોલના એફબીઆઈ રેકોર્ડ્સ જેક રૂબી દ્વારા તેમની હત્યા પહેલાના હતા, જે સૂચવે છે કે કોઈને તેમના કહેવા કરતાં વધુ ખબર હશે. જે તેમણે બતાવી નથી. 

સીઆઈએ એજન્ટની સનસનાટીભરી જુબાની

કેનેડીની હત્યાના બીજા દિવસે, ગુપ્તચર અધિકારી જે. ગેરેટ અંડરહિલ વોશિંગ્ટનથી ભાગીને ન્યુ જર્સીમાં એક મિત્રના ઘરે પહોંચ્યો. એક જાહેર કરાયેલા દસ્તાવેજ મુજબ અંડરહિલે દાવો કર્યો હતો કે CIA ની અંદર એક "નાના જૂથ" એ આ હત્યાને અંજામ આપ્યો હતો. અંડરહિલે તેના મિત્ર ચાર્લીન ફિટ્ઝસિમોન્સને કહ્યું કે "લી હાર્વે ઓસ્વાલ્ડ ફક્ત એક પ્યાદું હતું. અસલી ગુનેગારોએ કંઈક ભયંકર કર્યું હતું અને તેઓ શસ્ત્રોની હેરફેર, ડ્રગ્સનો વ્યવહાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતા.

અંડરહિલનું રહસ્યમય મૃત્યુ

કેનેડીની હત્યા પછી અંડરહિલને પોતાના જીવનો ડર લાગ્યો અને તેણે દેશ છોડવાની યોજના બનાવી. પરંતુ છ મહિના પછી, 8 મે, 1964 ના રોજ તે વોશિંગ્ટનમાં પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો. તેના માથામાં ગોળી વાગી હતી. સત્તાવાર રીતે તેને આત્મહત્યા તરીકે નોંધવામાં આવ્યું પરંતુ તેની બંદૂક તેની ડાબી બાજુથી મળી આવી. જો કે તે જમણા હાથથી ગોળીબાર કરતો હતો. આ વિસંગતતાએ હત્યાની શંકાને વધુ મજબૂત બનાવી.

ઓસ્વાલ્ડ અને ગુપ્તચર એજન્સીઓ વચ્ચે રહસ્યમય સંબંધો

લી હાર્વે ઓસ્વાલ્ડ કે જેના પર સત્તાવાર રીતે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, તેની પૃષ્ઠભૂમિ પણ ઘણા સવાલો પેદા કરે છે. તેઓ ૧૯૫૯માં સોવિયેત યુનિયન ગયા અને પછી તેમની રશિયન પત્ની સાથે યુનાઇટેડ સ્ટેટ્સ પાછા ફર્યા. તેના ક્યુબા તરફી અને વિરોધી જૂથો સાથે સંબંધો હતા અને તે પહેલાથી જ FBI અને CIA દ્વારા દેખરેખ હેઠળ હતો. તાજેતરના દસ્તાવેજોમાં એ પણ ખુલાસો થયો છે કે ભૂતપૂર્વ સીઆઈએ શસ્ત્ર નિષ્ણાત સેમ્યુઅલ જ્યોર્જ કમિંગ્સ પણ શસ્ત્રોની દાણચોરી અને ગુપ્ત કામગીરીમાં સામેલ હતા. જોકે, તેમની અને કેનેડીની હત્યા વચ્ચે હજુ સુધી કોઈ સીધો સંબંધ જોવા મળ્યો નથી.

આ સમાચાર શેર કરો