મક્કામાં ગરમીને કારણે એક અઠવાડિયામાં 90 ભારતીય સહિત 600 હજ યાત્રીના મોત

સાઉદી અરબમાં મક્કામાં ગરમી અને હીટવેવને કારણે 90 ભારતીય સહિત અલગ અલગ દેશના 600થી વધુ લોકોના મોત થયા છે. આ મોતનું કારણ હીટવેવ અથવા કોઇ બીમારી ગણવામાં આવ્યું છે. તમામ લોકોના મોત નેચરલ થયા છે.
મૃતકોમાં સૌથી વધુ ઇજિપ્તના નાગરિક
- સાઉદીના 2 ડિપ્લોમેટ્સે જણાવ્યુ કે મોટાભાગના મોત ગરમનીને કારણે બીમાર પડવાથી થયા છે. મૃતકોમાં 323 નાગરિક ઇજિપ્તના, 144 ઇન્ડોનેશિયા, 90 ભારત અને 60 જોર્ડનના છે. આ સિવાય ઇરાન, ટ્યૂનીશિયા અને સેનેગલના હજ યાત્રીઓના પણ મોત થયા છે.
- હજ કમિટી ઓફ ઇન્ડિયા અનુસાર, આ વર્ષે સૌથી વધુ 1,75,000 ભારતીય હજ યાત્રા માટે મક્કા પહોંચ્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે હજ ઇસ્લામના 5 મુખ્ય સ્તંભમાંથી એક છે. આર્થિક અને શારીરિક રીતે સક્ષમ દરેક મુસ્લિમ માટે જીવનમાં એક વખત હજ કરવી ફરજિયાત છે. હજ યાત્રા જલવાયુ પરિવર્તનને કારણે ગંભીર રીતે પ્રભાવિત થઇ છે. ગત મહિને પ્રકાશિત સાઉદી અરબની એક શોધમાં કહેવામાં આવ્યુ કે હજ કરનારા વિસ્તારનું તાપમાન 0.4 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. સાઉદી હવામાન વિભાગે જણાવ્યુ કે 17 જૂને મક્કાની ગ્રેન્ડ મસ્જિદની આસપાસ તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું.

