મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના! પ્લેન ક્રેશમાં 9 લોકોના મોત, સર્ચ ઓપરેશન ચાલુ

થાઈલેન્ડની નાગરિક ઉડ્ડયન સત્તાધિકારીએ જાહેરાત કરી છે. દેશની ડોમેસ્ટિક ફ્લાઈટમાં એક નાનું પે

થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના! પ્લેન ક્રેશમાં 9 લોકોના મોત, સર્ચ ઓપરેશન ચાલુ

થાઈલેન્ડની નાગરિક ઉડ્ડયન સત્તાધિકારીએ જાહેરાત કરી છે. દેશની ડોમેસ્ટિક ફ્લાઈટમાં એક નાનું પેસેન્જર પ્લેન ગુરુવારે બપોરે રાજધાની બેંગકોકના મુખ્ય એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરપોર્ટથી લગભગ 40 કિલોમીટર દૂર, ચાચોએંગસાઓ પ્રાંતમાં મેન્ગ્રોવ સ્વેમ્પમાં રેસ્ક્યુ કામદારોને ક્રેશ સાઈટ પર કોઈ જીવિત નહતું મળ્યું. રિપોર્ટ્સ મુજબ પ્લેનમાં સાત મુસાફરો અને બે પાઈલટ સવાર હતા.

પ્લેન પરના લોકોના નામ ઉપલબ્ધ નહોતા. જોકે, પ્રવક્તાએ કહ્યું કે તેમાં હોંગકોંગના પાંચ ચાઈનીઝ પ્રવાસીઓ, બે થાઈ મહિલા ક્રૂ અને થાઈ પાઈલટ અને કો-પાઈલટનો સમાવેશ થાય છે.

ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

રિપોર્ટ્સ અનુસાર, થાઈલેન્ડના નાગરિક ઉડ્ડયન સત્તાધિકારીએ જણાવ્યું હતું કે, થાઈ ફ્લાઈંગ સર્વિસ કંપની દ્વારા સંચાલિત સેસ્ના કારવાં C208B ટર્બોપ્રોપ પ્લેન બપોરે 2:46 વાગ્યે બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટથી રવાના થયું હતું. 

એર ટ્રાફિક કંટ્રોલ એ 11 મિનિટ પછી એરક્રાફ્ટ સાથે રેડિયો અને રડાર સંપર્ક ગુમાવ્યો, જ્યારે તે એરપોર્ટથી અંદાજિત 35 કિલોમીટર દક્ષિણપૂર્વમાં હતું. તે થાઈલેન્ડની રાજધાનીથી લગભગ 275 કિલોમીટર દક્ષિણપૂર્વમાં આવેલા દરિયાકાંઠાના પ્રાંત ત્રાટ તરફ જતું હતું.

ચાચોએંગસાઓ પ્રાંતીય પ્રવક્તાએ જણાવ્યું હતું કે વધુ શોધ ધીમે ધીમે ચાલી રહી છે કારણ કે ત્યાં પહેલેથી જ અંધારું હતું અને વધતી ભરતીને કારણે ક્રેશ સાઈટ વધુ પાણીથી ભરાઈ ગઈ હતી.

આ સમાચાર શેર કરો