મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ફિલિપાઈન્સમાં 6.9 તીવ્રતાના ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 60થી વધુ લોકોના મોત

ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો

ફિલિપાઈન્સમાં 6.9 તીવ્રતાના ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 60થી વધુ લોકોના મોત

ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો છે. આ કુદરતી હોનારતમાં અનેક મકાનો ધરાશાયી થયા છે. આ દુર્ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે. ભૂકંપ અંગે હજુ પ્રારંભિક અહેવાલોમાં નુકસાન અને જાનહાનિની ઘટના સામે આવી છે. ઘણાં લોકો કાટમાળમાં ફસાયા છે.  

અનેક ઈમારતો ધરાશાયી 

ભૂકંપ એટલો તીવ્ર હતો કે ઘણી ઇમારતો, ખાસ કરીને જૂની ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા છે. જેમને બચાવવા માટે ફિલિપાઇન્સના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. 

ભૂકંપના કેન્દ્ર વિશે માહિતી અસ્પષ્ટ 

ભૂકંપના કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ પ્રારંભિક અહેવાલો નોંધપાત્ર નુકસાન અને જાનહાનિની ​​પુષ્ટિ થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરના સમયે ઘણા વિસ્તારોમાં જોરદાર ભૂકંપ અનુભવાયા હતા, જેના કારણે ગભરાટ ફેલાયો હતો અને લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી જવા મજબૂર થયા હતા. 

મૃતકાંક વધવાની શક્યતા 

ઘણા લોકો હજુ પણ ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તબીબી ટીમો સારવાર આપી રહી છે. એક વરિષ્ઠ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, "6.9 ની તીવ્રતાનો ભૂકંપ અત્યંત શક્તિશાળી હતો. ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે અને ઓછામાં ઓછા 60 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી રહ્યા છીએ."

આ સમાચાર શેર કરો