હોર્મુઝમાં 24 કલાકમાં 4 જહાજો પર હુમલો! 24 ભારતીયો સવાર LPG ટેન્કર પર મિસાઈલ ફાયર

હોર્મુઝમાં 24 કલાકમાં 4 જહાજો પર હુમલો! 24 ભારતીયો સવાર LPG ટેન્કર પર મિસાઈલ ફાયર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

 અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે જહાજો માટે 'મોતની ખીણ' સાબિત થઈ રહ્યું છે. અહીંથી પસાર થતા જહાજો પર સતત જોખમ તોળાઈ રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ 4 જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનાક્રમમાં 16 નવેમ્બરના રોજ પનામાનો ધ્વજ ધરાવતા 'તારા ગેસ' નામના LPG ટેન્કર પર મિસાઈલ હુમલો થયો હતો. આ જહાજમાં 24 ભારતીયો સહિત કુલ 25 ક્રૂ મેમ્બર્સ સવાર હોવાથી ભારત માટે આ ઘટના અત્યંત ચિંતાજનક બની હતી.

તમામ 25 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત, ભારત સરકાર સતત સંપર્કમાં

જાહેરાત

મિસાઈલ હુમલાની આ ગંભીર ઘટનામાં રાહતના સમાચાર એ છે કે જહાજ પર સવાર તમામ 25 લોકો સુરક્ષિત છે અને કોઈને પણ ઈજા પહોંચી નથી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ભારત સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શિપિંગ મેનેજમેન્ટ કંપની સાથે સતત સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.

ઓમાન નજીક અન્ય એક ઓઈલ ટેન્કર દરિયાઈ સુરંગ સાથે ટકરાયું

આ હુમલા અગાઉ ઓમાનના ખાસાબ કિનારાથી આશરે 13 કિલોમીટર દૂર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ઓઈલ ટેન્કર દરિયામાં બિછાવેલી સુરંગ સાથે ટકરાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે જહાજના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ હતી અને ટેન્કર સંપૂર્ણપણે બંધ પડી ગયું હતું. બ્રિટનની દરિયાઈ સુરક્ષા એજન્સી UKMTO ના જણાવ્યા અનુસાર આ જહાજનો તમામ સ્ટાફ સુરક્ષિત છે. બીજી તરફ, ઈરાની નૌકાદળે આ ઘટનાની પુષ્ટિ કરતા દાવો કર્યો હતો કે આ ટેન્કર પોતાની નેવિગેશન સિસ્ટમ બંધ કરીને 'ડાર્ક મોડ'માં પ્રતિબંધિત વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું.

વૈશ્વિક ઓઈલ સપ્લાયનો મુખ્ય માર્ગ કેમ બન્યો યુદ્ધનું મેદાન?

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના કુલ ઓઈલ અને ગેસ પુરવઠા માટે અત્યંત મહત્વનો માર્ગ છે, જ્યાંથી અગાઉ વિશ્વનો આશરે 20 ટકા ઓઈલ સપ્લાય થતો હતો. 28 ફેબ્રુઆરીએ અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ ઈરાને વળતા પ્રહાર રૂપે આ દરિયાઈ માર્ગને બંધ કરીને યુદ્ધનું મુખ્ય કેન્દ્ર બનાવી દીધું છે. હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે આ રૂટ પર વર્ચસ્વ જમાવવા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. ઈરાને અહીં કેટલાક પ્રતિબંધિત ઝોન જાહેર કર્યા છે, જ્યાંથી પસાર થતા જહાજો પર મિસાઈલો અને દરિયાઈ સુરંગો વડે હુમલા કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત