મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

9/11 ઘટનાના 23 વર્ષ: ઓસામા બિન લાદેન સુધી કેવી રીતે પહોંચ્યું હતું અમેરિકા?

23 વર્ષ પહેલા એટલે કે આજના દિવસે 11 સપ્ટેમ્બર 2001માં આત્મઘાતી હુમલાખોરોએ અમેરિકાના વિમાન પર કબ્જ

9/11 ઘટનાના 23 વર્ષ: ઓસામા બિન લાદેન સુધી કેવી રીતે પહોંચ્યું હતું અમેરિકા?

23 વર્ષ પહેલા એટલે કે આજના દિવસે 11 સપ્ટેમ્બર 2001માં આત્મઘાતી હુમલાખોરોએ અમેરિકાના વિમાન પર કબ્જો કરી લીધો હતો અને તેને ન્યૂયૉર્કની બે બિલ્ડિંગ સાથે ટકરાવ્યું હતું જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આ હુમલો સદીની સૌથી દર્દનાક ઘટનામાંથી એક છે.

અલકાયદાના આત્મઘાતી દળોએ ચાર વિમાનનું અપહરણ કર્યું હતું અને પછી કેટલીક મીનિટના સમયગાળામાં જ અમેરિકાના જાણીતા વર્લ્ડ ટ્રેડ ટાવરની બે બિલ્ડિંગને ઉડાવી દીધી હતી. બે અલગ અલગ વિમાન ઉત્તર અને દક્ષિણ ટાવરમાં દૂર્ઘટનાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. થોડી વાર પછી જ અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય પેન્ટાગનમાં ત્રીજુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું જ્યારે એક વિમાન ખેતરમાં દૂર્ઘટનાનો શિકાર બન્યું હતું. સુરક્ષા એજન્સીઓનું આંકલન છે કે આ વિમાન વ્હાઇટ હાઉસ પર હુમલો કરવાનું હતું પણ મુસાફરોના વિરોધ વચ્ચે આતંકી વિમાન પરનો કાબુ ગુમાવી બેઠા હતા અને આ ખેતરમાં દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. આ રીતે ચાર દૂર્ઘટનામાં ત્રણ હજાર લોકો માર્યા ગયા હતા.

કેટલા લોકોના થયા હતા મોત?

કૂલ મળીને 2,977 લોકો (19 અપહરણકારોને છોડીને)નો જીવ ગયો હતો જેમાંથી મોટાભાગના ન્યૂયૉર્કમાં માર્યા ગયા હતા. ચાર વિમાનમાં સવાર તમામ 246 મુસાફર અને ચાલક દળના સભ્ય માર્યા ગયા હતા. ટ્વિન ટાવર્સમાં 2,606 લોકો માર્યા ગયા જ્યારે ઇજાને કારણે પેન્ટાગનમાં 125 લોકો માર્યા ગયા હતા. સૌથી નાની ઉંમરની પીડિતા બે વર્ષની ક્રિસ્ટીન લી હેન્સન હતી જે પોતાના માતા-પિતા પીટર અને સૂ સાથે વિમાનમાં જ મૃત્યુ પામી હતી. 

જ્યારે પ્રથમ વિમાન પડ્યું ત્યારે 17,400 લોકો ટાવરમાં હતા. ઉત્તરી ટાવરમાં પ્રભાવ ક્ષેત્રની ઉપર કોઇ પણ જીવિત બચ્યુ નહતું પરંતુ દક્ષિણ ટાવરમાં પ્રભાવ ક્ષેત્રની ઉપરના માળથી 18 લોકો બચવામાં સફળ રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં 77 વિવિધ દેશના નાગરિક સામેલ હતા.

કોણ હતા હુમલાખોર?

અલકાયદા નામના એક ઇસ્લામી કટ્ટરપંથી નેટવર્કે અફઘાનિસ્તાનમાંથી હુમલાની યોજના બનાવી હતી. ઓસામા બિન લાદેનના નેતૃત્ત્વમાં અલકાયદાએ મુસ્લિમ દેશમાં સંઘર્ષ માટે અમેરિકા અને તેમના સહયોગીઓને દોષી ઠેરવ્યા હતા. 19 લોકોએ અપહરણને અંજામ આપ્યો જે પાંચ-પાંચની ત્રણ ટીમમાં કામ કરતા હતા અને ચારમાંથી એક ટીમ (પેન્સિલવેનિયામાં દૂર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાન પર) હતી. દરેક ગ્રુપમાં એક એવો વ્યક્તિ સામેલ હતો જેને પાયલોટની ટ્રેનિંગ લીધેલી હતી. આ ટ્રેનિંગ અમેરિકાની જ ફ્લાઇગ સ્કૂલમાં લીધી હતી. 15 અપહરણકર્તા ઓસામા બિન લાદેનની જેમ સાઉદી અરબના જ હતા. બે સંયુક્ત અરબ અમીરાતના અને એક ઇજિપ્ત તેમજ એક લેબેનોનનો હતો.

અમેરિકાએ શું કહ્યું હતું?

હુમલાના એક મહિના કરતા ઓછા સમય બાદ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યુ બુશે અલકાયદાને ખતમ કરવા અને ઓસામા બિન લાદેનને પકડવા માટે એક આંતરરાષ્ટ્રીય ગઠબંધનના સમર્થનથી અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. જોકે, 2011 સુધી અમેરિકન સૈનિકોએ પાડોશી પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેશનને શોધીને તેને મારી નાખ્યો હતો. 9/11 હુમલાના કથિત યોજનાકાર ખાલિદ શેખ મોહમ્મદની 2003માં પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી, તેને કેટલાક વર્ષો સુધી ગ્વાંતાનામો બેમાં અમેરિકન કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો પરંતુ તેના પર કોઇ કેસ ચાલ્યો નહતો પરંતુ હવે તેને બે અન્ય ષડયંત્રકારીઓએ મૃત્યુદંડથી બચવા માટે અરજી સમજૂતિ પર હસ્તાક્ષર કરી દીધા છે. અલકાયદા હજુ પણ છે. આ ઉપ સહારા આફ્રિકામાં સૌથી મજબૂત છે પરંતુ હજુ પણ અફઘાનિસ્તાનની અંદર તેના સભ્ય છે. અમેરિકન સૈનિકોએ લગભગ 20 વર્ષ બાદ  અફઘાનિસ્તાન છોડી દીધુ જેનાથી કેટલાક લોકોમાં આ ડર ઉભો થઇ ગયો કે ઇસ્લામી નેટવર્ક ફરી પરત આવી શકે છે. અફઘાનિસ્તાનમાં અત્યારે તાલિબાનનું રાજ છે.

અમેરિકાએ પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનને ઠાર માર્યો

કૂલ ચાર વિમાનમાં સવાર મુસાફર અને આતંકી હતા તો કેટલાક આતંકીઓના ટાર્ગેટ એરિયામાં હતા. માર્યા ગયેલા લોકો દુનિયાના અલગ અલગ દેશના હતા. ઘટનાના કેટલાક દિવસ બાદ આ હુમલાની જવાબદારી અલકાયદાએ લીધી હતી. આતંકવાદ વિરૂદ્ધ પુરી દુનિયામાંથી અવાજ ઉભો થયો અને અમેરિકાએ પહેલ કરતા અલકાયદાના ગઢ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. 10 વર્ષ બાદ અલકાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબટાબાદમાં અમેરિકાની સુરક્ષા એજન્સીઓના હાથે ઠાર મરાયો હતો.

9/11 બાદ વિશ્વભરમાં વિમાનની સુરક્ષા વધારવામાં આવી

9/11 હુમલા બાદના વર્ષોમાં દુનિયાભરમાં વિમાનની સુરક્ષા વધારવામાં આવી હતી. અમેરિકામાં એરપોર્ટ અને વિમાન પર સુરક્ષા વધારવા માટે પરિવહન સુરક્ષા તંત્રની સ્થાપના કરવામાં આવી હતી. હુમલા બાદ ટ્વિન ટાવર્સ સ્થળને સાફ કરવામાં આઠ મહિના જેટલો સમય લાગ્યો હતો.

ઓસામાની પત્નીએ સરનામું બતાવ્યું હતું?

મીડિયા રિપોર્ટ અનુસાર, એવી પણ અટકળો લગાવવામાં આવી હતી કે ઓસામાનું સરનામું તેની પત્નીએ આપ્યું હતું. જે ઓસામાને અમેરિકા 10 વર્ષથી શોધતું હતું. તે ઓસામા અમેરિકાને મળ્યો અને ઠાર મરાયો પરંતુ સવાલ છે કે ઓસામાના ઘરમાં શું કોઇએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો? જે ઓસામા વિશે પાડોશીઓ પણ જાણતા નહતા ત્યાં અમેરિકાના જાંબાજ કેવી રીતે પહોંચી ગયા? ઓપરેશન ઓસામાને લઇને ઉઠેલા સવાલોમાં કેટલાક ઊંડા ઇશારા છુપાયેલા છે. આ ઇશારાના પાયા પર એક નવા સમાચાર તૈયાર થયા કે ઘરડા લાદેનની પત્નીએ જ ઓસામાને ઠાર મરાવ્યો હતો. તેની યંગ પત્ની અમલે જ અમેરિકાના એબટાબાદનો પુરાવો આપ્યો હતો.

કોણ છે અમલ?

યમન મૂળની 28 વર્ષની અમલ, ઓસામાની સૌથી નાની પત્ની છે. સવાલ છે કે કેવી રીતે ઓસામાની અમલ સાથે મુલાકાત થઇ? વિદેશી મીડિયામાં ચાલતા સમાચાર પર પાકિસ્તાનના ગૃહમંત્રી રહમાન મલિક કહે છે કે નેવી સીલ્સને અહીં સુધી ખબર હતી કે ઓસામા પોતાની હવેલીમાં ક્યા રૂમમાં હતો.

પાકિસ્તાનના ગૃહમંત્રી રહમાન મલિકનું કહેવું છે કે કેટલાક વર્ષો સુધી ગુપ્ત અધિકારી તરીકે મારો અનુભવ છે તેના અનુસાર મને લાગે છે કે અંદરના જ કોઇ વ્યક્તિએ અમેરિકાને તમામ ભેદ બતાવ્યા હતા. જો તેમની પાસે સચોટ જાણકારી ના હોત તો અમેરિકન કમાન્ડો સીધા ઓસામા બિન લાદેનના રૂમ સુધી ના પહોંચી શક્યા હોત.

ઓસામા બિન લાદેનની સાઉદી મૂળની બે પત્ની પહેલાથી જ કહેતી હતી કે અમલે જ ઓસામા સાથે દગો કર્યો અને અમેરિકાને તમામ જાણકારી આપી હતી. 

આ સમાચાર શેર કરો