મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

કુવૈતમાં આગ લાગેલી બિલ્ડિંગમાં 196 કામદારોને ઠુંસી-ઠૂંસીને રાખવામાં આવ્યા હતા, બિલ્ડિંગનો માલિક છે ભારતીય બિઝનેસમેન

કુવૈતમાં બુધવારે વહેલી સવારે એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 50 થી વધુ લોકોના મોત થયા હોવાના અહ

કુવૈતમાં આગ લાગેલી બિલ્ડિંગમાં 196 કામદારોને ઠુંસી-ઠૂંસીને રાખવામાં આવ્યા હતા, બિલ્ડિંગનો માલિક છે ભારતીય બિઝનેસમેન

કુવૈતમાં બુધવારે વહેલી સવારે એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 50 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં મોટી સંખ્યામાં ભારતીયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં 40થી વધુ ભારતીય નાગરિક છે.

આ આગની ઘટનાને લઇ કુવૈતથી ભારત સુધી રોક્કળ મચી ગઈ છે. કુવૈત સરકારે આ ઘટનામાં બેદરકારીનો આરોપ લગાવીને બિલ્ડિંગ માલિક અને અન્ય લોકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે આ આગને અત લાલચનું પરિણામ ગણાવ્યું છે. 

અચાનક આગ કેવી રીતે લાગી?

દક્ષિણ કુવૈતના મંગફમાં NBTC ગ્રુપે આ બિલ્ડિંગ ભાડે આપ્યું હતું. કંપનીએ તેના કામદારો માટે આ બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. આ બિલ્ડિંગમાં કુલ 196 લોકો રહેતા હતા, જે બિલ્ડિંગની  ક્ષમતા કરતા ઘણા વધારે હતા.  ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ મજૂરોને આ બિલ્ડિંગમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા.

નાઇટ શિફ્ટમાંથી પરત આવેલા કામદારો સૂતા હતા

આ આગ બુધવારે સવારે 4 વાગ્યાની આસપાસ લાગી હતી. આ છ માળની ઈમારતના રસોડામાં આગ ફાટી નીકળી હતી, જે આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી. અહીં રહેતા મોટાભાગના મજૂરો નાઇટ શિફ્ટમાંથી પરત ફર્યા હતા અને સૂતા હતા. આગ અને જગ્યા ચુસ્ત હોવાને કારણે ઘણા લોકોને બચવાની તક પણ મળી ન હતી. તે જ સમયે, કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે પોતપોતાના માળેથી કૂદકો પણ માર્યો હતો.

ગૃહમંત્રીનું કહેવું છે કે મોટાભાગના મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. તે જ સમયે, કુવૈતના અમીર મિશાલ અલ અહેમદ અલ જાબેર અલ સબાહે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

કુવૈત સરકારે ઉઠાવ્યા પ્રશ્નો?

આ આગ બાદ કુવૈત સરકાર ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. આગની ઘટના બાદ કુવૈતના ગૃહમંત્રી શેખ ફહાદ અલ યુસુફ અલ સબાહ ઘટનાસ્થળે પહોંચ્યા અને બિલ્ડિંગ માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો.  તેમણે કહ્યું કે આ કેસમાં હાઉસિંગ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વિદેશી કામદારોને નિયમોનું ઉલ્લંઘન કરીને અત્યંત અસુરક્ષિત સ્થિતિમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી જેથી કંપનીના માલિકો ખર્ચમાં ઘટાડો કરી શકે.

બિલ્ડિંગનો માલિક મલયાલી છે

કુવૈતમાં જે બિલ્ડિંગમાં આગ લાગી છે. તે કેજી અબ્રાહમ નામના મલયાલી બિઝનેસમેનનું છે. કે.જી. અબ્રાહમ કેરળના થિરુવલ્લાના એક વેપારી છે, જેમની કંપની 1977 થી કુવૈતના તેલ અને ઉદ્યોગનો એક ભાગ છે. માર્યા ગયેલા કામદારો આ કંપનીમાં કામ કરતા હતા. રિપોર્ટ્સ અનુસાર આ બિલ્ડિંગમાં તમિલનાડુ, કેરળ અને ઉત્તર ભારતના કામદારો રહેતા હતા.

આ બિલ્ડિંગમાં NBTC સુપરમાર્કેટના કર્મચારીઓ પણ રહેતા હતા. KG અબ્રાહમ કુવૈતમાં સૌથી મોટા બાંધકામ જૂથ NBTC ગ્રુપના ભાગીદાર અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ કેરળમાં ક્રાઉન પ્લાઝા, કોચીના ચેરમેન છે. આ 5 સ્ટાર હોટેલ છે. અબ્રાહમે કેરળમાં અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. હાલમાં તેમના ઘણા પ્રોજેક્ટ કેરળમાં ચાલી રહ્યા છે.

કેજી અબ્રાહમ કેરળના થિરુવલ્લાના એક બિઝનેસમેન છે. KG અબ્રાહમને 'KGA' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ KGA ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ છે. તેઓ 1977 થી કુવૈતમાં તેલ અને સંલગ્ન ઉદ્યોગો સાથે સંકળાયેલા છે.

તેમની કંપની "નાસર એમ અલ બદ્દાહ એન્ડ પાર્ટનર જનરલ ટ્રેડિંગ એન્ડ કોન્ટ્રાક્ટીંગ કંપની WLL" (NBTC) તરીકે ઓળખાય છે. કંપની મધ્ય પૂર્વ અને ભારતીય ઉપખંડમાં શૈક્ષણિક ક્ષેત્રો ઉપરાંત એન્જિનિયરિંગ, બાંધકામ, કરાર, માર્કેટિંગના વિવિધ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી છે.

KGA વિવિધ ઉદ્યોગોમાં ખાનગી કંપનીઓમાં રોકાણ કરે છે. તે તેની પોર્ટફોલિયો કંપનીઓના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવે છે.

કુવૈતનું અર્થતંત્ર વિદેશી કામદારો પર નિર્ભર છે

કુવૈતનું અર્થતંત્ર મોટાભાગે વિદેશી કામદારો પર નિર્ભર છે, જેઓ બાંધકામ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં કામ કરે છે. કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. આંકડાઓ અનુસાર કુવૈતમાં હાલમાં લગભગ 10 લાખ ભારતીયો રહે છે. તેમાંથી મોટી સંખ્યામાં મજૂરો, એન્જિનિયરો, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, સોફ્ટવેર નિષ્ણાતો અને ટેકનિશિયન છે.

તેને કુવૈતના ઈતિહાસની સૌથી ભીષણ આગ ગણાવવામાં આવી રહી છે. આ પહેલા 2009માં કુવૈતમાં એક મહિલાએ બદલો લેવાના ઈરાદે એક લગ્ન સમારોહમાં આગ લગાવી દીધી હતી, જેમાં 57 લોકોના મોત થયા હતા.

આ સમાચાર શેર કરો