ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં આતંકી હુમલો, બોમ્બથી ટ્રક ઉડાવ્યો; 11 લોકોના મોત
પાકિસ્તાનમાં બોમ્બ ધડાકા થવા એ સામાન્ય વાત થઈ ગઈ છે. પાકિસ્તાનમાં રોજ ક્યાંકના ક્યાંક વિસ્ફોટની ઘટનાઓ જોવા મળે છે. પ

પાકિસ્તાનમાં બોમ્બ ધડાકા થવા એ સામાન્ય વાત થઈ ગઈ છે. પાકિસ્તાનમાં રોજ ક્યાંકના ક્યાંક વિસ્ફોટની ઘટનાઓ જોવા મળે છે. પાકિસ્તાનમાં શુક્રવારે 14 ફેબ્રુઆરીએ વધુ એક ઘટના બની છે. પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલુચિસ્તાનના હરનાઈ જિલ્લામાં એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ એક વાહન પાસે થયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં આતંકી હુમલો થયો છે.
11 લોકોના મોત
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના હરનાઈ જિલ્લામાં આજે થયેલા મોટા બોમ્બ વિસ્ફોટમાં 11 લોકોના મોતના સમાચાર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને વધુ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ તમામ 11 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. આ બોમ્બ વિસ્ફોટમાં 6 લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આમાંના કેટલાકની હાલત અતિ ગંભીર છે.
પોલીસે કેસની તપાસ શરૂ કરી
આ બોમ્બ વિસ્ફોટ બાદ હરનાઈ જિલ્લાની પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં પોલીસ આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરી રહી છે. હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.
પાકિસ્તાનમાં આતંકવાદ અને ગુનાઓ ખૂબ વધી ગયા છે. આતંકવાદ પણ કાયદો અને વ્યવસ્થાના નિયંત્રણની બહાર છે. પાકિસ્તાને લાંબા સમયથી આતંકવાદને આશ્રય આપ્યો છે અને હવે પાકિસ્તાન આતંકવાદના ચુંગાલમાં ખરાબ રીતે ફસાઈ ગયું છે અને તેમાંથી બહાર નીકળવાની કોઈ આશા દેખાતી નથી.






