મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

લાહોર હાઈકોર્ટમાં વકીલો બાખડ્યા; મહિલા વકીલે પંખો ફેંક્યો તો પુરુષે કર્યો હુમલો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક વકીલો એકબીજા સાથે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક વકીલો એકબીજા સાથે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો લાહોર હાઈકોર્ટની અંદરનો હોવાનું સામે આવ્યું છે. કોર્ટ પરિસરમાં વકીલોને આ રીતે અંદરોઅંદર ભીડાતા જોઈને લોકો દંગ રહી ગયા છે. 

એક રિપોર્ટ મુજબ, લાહોર હાઈકોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીઓ વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે મામલો સીધો ઝપાઝપી સુધી પહોંચી ગયો. મળતી માહિતી મુજબ, પુરુષ અને મહિલા વકીલ વચ્ચે શરૂ થયેલો ઝઘડો ઘણી મિનિટો સુધી ચાલ્યો હતો. 

વીડિયોના એક ભાગમાં જોઈ શકાય છે કે એક મહિલા વકીલે પંખાનો એક ભાગ ઉઠાવીને પુરુષ વકીલ તરફ ફેંક્યો હતો, જે તેને વાગ્યો હતો. તેની થોડી જ ક્ષણો બાદ પુરુષ વકીલ તે મહિલા પર શારીરિક હુમલો કરતો જોવા મળે છે. મહિલા વકીલ વળતો જવાબ આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ પુરુષ વકીલ સતત પ્રહાર કરવાનું ચાલુ રાખે છે. આ દરમિયાન અન્ય એક ક્લિપમાં બે પુરુષ વકીલો પણ અલગથી લડતા જોવા મળે છે. સૌથી નવાઈની વાત એ છે કે, ઘણા લોકો ઝઘડો છોડાવવાને બદલે મોબાઈલમાં રેકોર્ડિંગ કરી રહ્યા હતા. કેટલોક અવાજ તો ઝઘડાને પ્રોત્સાહન આપતો પણ સંભળાયો હતો.

વીડિયો સામે આવતા જ લોકોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું- "આ છે પાકિસ્તાનની કોર્ટની હાલત." બીજાએ કહ્યું- "પાકિસ્તાનમાં દરેક જગ્યાએ આવી જ સ્થિતિ છે." અનેક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે કોર્ટની અંદર આવી હરકત કેવી રીતે થઈ શકે અને આવા વકીલો સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો