VIDEO : માનવતા કે જોખમી સાહસ? ઊંડા કૂવામાં ફસાયેલા બકરીના બચ્ચાને બચાવવા બાળકે લગાવી જીવની બાજી!
બિહારના પૂર્વી ચંપારણના એક ગામમાં અચાનક હોબાળો મચી ગયો. એક જૂના, સાંકડા અને ઊંડા સૂકા કૂવામાં બ
બિહારના પૂર્વી ચંપારણના એક ગામમાં અચાનક હોબાળો મચી ગયો. એક જૂના, સાંકડા અને ઊંડા સૂકા કૂવામાં બકરીનું નાનું બચ્ચું પડી ગયું હતું. કૂવો એટલો સાંકડો હતો કે કોઈ પુખ્ત વ્યક્તિ અંદર જઈ શકે તેમ નહોતું. બચ્ચાનો જીવ જોખમમાં હતો અને ગામલોકો ચિંતામાં હતા.
હાર માનવાને બદલે ગામલોકોએ એક અનોખો અને જોખમી રસ્તો કાઢ્યો. તેમણે એક નાના બાળકને આ મિશન માટે તૈયાર કર્યો. બાળકના શરીર પર દોરડા અને કપડાં મજબૂતીથી બાંધવામાં આવ્યા જેથી તે હવામાં સુરક્ષિત રીતે લટકી શકે. ધીરે ધીરે બાળકને કૂવાની ઊંડાઈમાં ઉતારવામાં આવ્યો. ઉપર ઉભેલા લોકો શ્વાસ રોકીને દોરડું પકડી રહ્યા હતા અને બાળકને સૂચના આપી રહ્યા હતા. કૂવાના તળિયે પહોંચીને, એ બહાદુર બાળકે જરા પણ ડર્યા વગર બકરીના બચ્ચાને તેડીને બહાર કાઢ્યું.


