લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયો ઝહીર ખાન, IPL 2025માં આ ભૂમિકામાં જોવા મળશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સે મોટો ફેરફાર કર્યો છે. લખનૌએ ટીમ ઈન્ડિયાના પૂર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સે મોટો ફેરફાર કર્યો છે. લખનૌએ ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી ઝહીર ખાનને ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કર્યો છે. ઝહીરની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. નિવૃત્તિ પછી પણ તે કોઈને કોઈ ટીમ સાથે જોડાયેલો રહ્યો છે. હવે તે લખનૌની ટીમ સાથે જોડાયો છે. લખનૌ સુપર જાયન્ટ્સે આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં ઝહીર જોવા મળી રહ્યો છે.
ઝહીરે 2008માં IPLમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી, 2017માં છેલ્લી વખત રમ્યો હતો. આ પછી ઝહીર ખાને જુદી જુદી ભૂમિકાઓ ભજવી હતી. તે 2018થી 2022 સુધી મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહ્યો હતો. હવે તે લખનૌ માટે મેન્ટરની ભૂમિકા ભજવશે. તેના પહેલા આ પોસ્ટ પર ગૌતમ ગંભીર હતો. ગંભીર IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો. તેના ગયા પછી લખનૌમાં મેન્ટરની જગ્યા ખાલી પડી હતી. હવે ઝહીર આ રોલમાં જ જોવા મળશે.
કોચિંગ સ્ટાફમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં
જો લખનૌના કોચિંગ સ્ટાફની વાત કરીએ તો હેસ કોચની જવાબદારી જસ્ટિન લેંગર સંભાળી રહ્યો છે. તે એન્ડી ફ્લાવરની જગ્યાએ આવ્યો હતો. લાન્સ ક્લુઝનર અને એડમ વોજીસ ટીમના આસીસ્ટન્ટ કોચ છે. ઝહીરના આવ્યા બાદ કોચિંગ સ્ટાફમાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ ઝહીર મેન્ટર બનવાની સાથે અન્ય જવાબદારીઓ પણ નિભાવશે. તે પ્લેયર-ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ પણ ગોઠવી શકે છે.
ઝહીરની કારકિર્દી શાનદાર રહી છે
ઝહીરની કારકિર્દી પર નજર કરીએ તો તે શાનદાર રહી છે. ઝહીરે 100 IPL મેચમાં 102 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન માત્ર 17 રનમાં 4 વિકેટ લેવી એ તેનું બેસ્ટ પરફોર્મન્સ રહ્યું છે. ઝહીરે ભારત માટે 17 T20I મેચ રમી છે. જેમાં 17 વિકેટ ઝડપી છે. ઝહીરે 200 ODI મેચ રમી છે. આ દરમિયાન 282 વિકેટ ઝડપી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 311 ટેસ્ટ વિકેટ પણ લીધી છે.






