ICC T20 Ranking: ઝિમ્બાબ્વે સામે શાનદાર પ્રદર્શન બદલ યશસ્વીને થયો ફાયદો, ટોપ-10માં ત્રણ ભારતીય
શુભમન ગિલની કેપ્ટનશિપમાં તાજેતરમાં ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટી-20 સિરીઝમાં ઝિમ્બાબ્વેને 4-1થી હરાવ્ય

શુભમન ગિલની કેપ્ટનશિપમાં તાજેતરમાં ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટી-20 સિરીઝમાં ઝિમ્બાબ્વેને 4-1થી હરાવ્યું હતું. ત્યારે આ સ્થિતિ વચ્ચે આઈસીસીએ ટી-20ની નવી રેન્કિંગ જાહેર કરી છે. જેમાં યશસ્વી જયસ્વાલને મોટો ફાયદો થયો છે.
પહેલા નંબરે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી ટ્રેવિસ હેડ
આઈસીસી દ્વારા જાહેર કરેલી નવી રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલને ચાર સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે હવે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. ઋતુરાજ ગાયકવાડને એક સ્થાનનું નુકસાન થયું અને તે 8માં નંબરે પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવ આ સિરીઝનો ભાગ ન હોતો, જોકે તેની રેન્કિંગ પર કોઈ અસર પડી નથી અને તે બીજા નંબરે છે. આ રીતે ટોપ-10 ત્રણ ભારતીય ખેલાડી સામેલ છે. પહેલા નંબરે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી ટ્રેવિસ હેડ છે.
વોશિંગ્ટન સુંદરને બોલિંગ રેન્કિંગમાં 36 સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે 46માં નંબર પર આવી ગયો છે. મુકેશ કુમારને પણ ટી20 રેન્કિંગમાં 21 સ્થાનનો બમ્પર ફાયદો મળ્યો છે અને તે હવે 73માં નંબર પર આવી ગયો છે.
ICC ટી20 ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં હાર્દિક છઠ્ઠા નંબરે
આઈસીસી ટી20 વર્લ્ડ કપ ખતમ થતાં જ હાર્દિક નંબર-1 ટી20 ઓલરાઉન્ડર બની ગયો હતો પરંતુ પછી વાનિંદુ હસરંગાએ ફરીથી નંબર-1નો તાજ મેળવી લીધો હાર્દિક હાલ છઠ્ઠા નંબર પર છે.








