IND vs AUS / યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે પર્થમાં રચ્યો ઈતિહાસ, 2004 પછી પહેલીવાર આવું બન્યું
યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે પર્થ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં રાહુલ

યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે પર્થ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં રાહુલ અને યશસ્વી વચ્ચે સદીની પાર્ટનરશિપ થઈ હતી. 2004 બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ઓપનર્સે ઓસ્ટ્રેલિયામાં સદીની પાર્ટનરશિપ કરી છે. રાહુલ અને યશસ્વીએ જોરદાર પ્રદર્શન કર્યું અને બંને અડધી સદી પણ ફટકારી છે. બીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર એક પણ વિકેટના નુકસાન વગર 172 રન હતો.
આ પણ વાંચો: IND vs AUS / જસપ્રીત બુમરાહે તોડ્યો કપિલ દેવનો રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા 5મો દેશ બન્યો જ્યાં કર્યું આ કારનામું
2004 પછી, ભારતીય ઓપનર્સ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સદીની પાર્ટનરશિપ કરી શક્યા ન હતા. પણ યશસ્વી અને રાહુલે આ કમાલ કરી બતાવી. આ બંનેએ ટીમ ઈન્ડિયાના સ્કોરને 150 પાર પહોંચાડ્યો હતો. બીજા દિવસના અંતે ભારતે બીજી ઈનીંગમાં 57 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. યશસ્વીએ 90 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલે 62 રન બનાવ્યા હતા.
રાહુલ અને યશસ્વીના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો
યશસ્વી અને રાહુલના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. યશસ્વી-રાહુલ ઓસ્ટ્રેલિયામાં ઓપનર્સ તરીકે સૌથી વધુ બોલનો સામનો કરનાર જોડી બન્યા છે. બંનેએ 364 બોલનો સામનો કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે ભારતે 218 રનની લીડ પણ મેળવી લીધી છે.
ટીમ ઈન્ડિયાએ બોલિંગમાં પણ તાકાત બતાવી હતી
ટીમ ઈન્ડિયાના બોલરોએ ઘાતક બોલિંગ કરી હતી. ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનીંગમાં 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનીંગમાં માત્ર 104 રન જ બનાવી શકી હતી. જસપ્રિત બુમરાહે 5 વિકેટ લીધી હતી. જ્યારે હર્ષિત રાણાએ 3 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી.






