મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / જસપ્રીત બુમરાહે તોડ્યો કપિલ દેવનો રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા 5મો દેશ બન્યો જ્યાં કર્યું આ કારનામું

પર્થ ટેસ્ટમાં બીજા દિવસની રમતની શરૂઆતમાં જે થવાની ધારણા હતી તે જ થયું. જસપ્રીત બુમરાહે બીજા દિવસની રમત

IND vs AUS / જસપ્રીત બુમરાહે તોડ્યો કપિલ દેવનો રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા 5મો દેશ બન્યો જ્યાં કર્યું આ કારનામું

પર્થ ટેસ્ટમાં બીજા દિવસની રમતની શરૂઆતમાં જે થવાની ધારણા હતી તે જ થયું. જસપ્રીત બુમરાહે બીજા દિવસની રમતમાં ફેંકેલા તેના પહેલા જ બોલ પર જ 5મી વિકેટ લીધી હતી. પહેલા દિવસની રમતમાં બુમરાહે 17 રનમાં 4 વિકેટ ઝડપી હતી. બીજા દિવસે તેણે આ જ 17 રન પર 5મી વિકેટ લીધી હતી. બુમરાહે એલેક્સ કેરીને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ઝટકો આપ્યો હતો. આ સાથે તેણે કપિલ દેવનો રેકોર્ડને તોડ્યો છે.

આ પણ વાંચો: IPL 2025 / કેટલા વાગ્યે શરૂ થશે મેગા ઓક્શન? અહીં જાણો ક્યાં જોઈ શકશો લાઈવ સ્ટ્રીમીંગ

ઓસ્ટ્રેલિયા 5મો દેશ બન્યો જ્યાં બુમરાહે આ ચમત્કાર કર્યો

જસપ્રીત બુમરાહે તેની ટેસ્ટ કરિયરમાં 11મી વખત 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે બીજી વખત 5 વિકેટ લીધી છે. મોટી વાત એ છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બંને મેચમાં તેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર જ 5 વિકેટ ઝડપી છે. આ સાથે ઓસ્ટ્રેલિયા હવે પાંચમો દેશ બની ગયો છે જ્યાં બુમરાહના નામે 2 કે તેથી વધુ વખત 5 વિકેટ લેવાનો રેકોર્ડ છે.

બુમરાહે સાઉથ આફ્રિકામાં સૌથી વધુ 3 વખત 5 કે તેથી વધુ વિકેટ લેવાનું કારનામું કર્યું છે. તે જ સમયે, તેણે ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયામાં 2-2 વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી છે.

બુમરાહે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો

કપિલ દેવ પછી જસપ્રીત બુમરાહ ભારતનો બીજો ફાસ્ટ બોલર છે, જેણે SENA દેશોમાં સૌથી વધુ 7 વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી છે. એક રીતે જ્યાં બુમરાહે આ મામલે કપિલ દેવની બરાબરી કરી છે તો બીજી તરફ તેણે સૌથી ઝડપી સમયમાં આ કારનામું કરીને કપિલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. બુમરાહે SENA દેશોમાં 7 વખત 5 કે તેથી વધુ વિકેટ લેવા માટે માત્ર 51 ઈનિંગ્સ રમી હતી, જ્યારે કપિલ દેવે 62 ઈનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.

આ સમાચાર શેર કરો