મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2025 / કેટલા વાગ્યે શરૂ થશે મેગા ઓક્શન? અહીં જાણો ક્યાં જોઈ શકશો લાઈવ સ્ટ્રીમીંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 18મી સિઝનનું બ્યુગલ વાગી ગયું છે. 18મી સિઝનની મેગા ઓક્શન બે દિવસ બાદ થશે. IP

IPL 2025 / કેટલા વાગ્યે શરૂ થશે મેગા ઓક્શન? અહીં જાણો ક્યાં જોઈ શકશો લાઈવ સ્ટ્રીમીંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 18મી સિઝનનું બ્યુગલ વાગી ગયું છે. 18મી સિઝનની મેગા ઓક્શન બે દિવસ બાદ થશે. IPL 2025નું મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. અહીં જાણો okshan કેટલા વાગ્યે શરૂ થશે અને તમે તેને લાઈવ ક્યાં જોઈ શકશો.

આ પણ વાંચો: આ દિવસથી શરૂ થશે વિશ્વની સૌથી મોટી T20 લીગ, BCCIએ જાહેર કરી IPLની આગામી ત્રણ સિઝનની તારીખો

લાઈવ ક્યાં જોઈ શકશો?

IPL 2025નું મેગા ઓક્શન સાઉદી અરેબિયાના સમય મુજબ બપોરે 01:00 વાગ્યે શરૂ થશે. એટલે કે ભારતમાં તમે બપોરે 3:30 વાગ્યાથી મેગા ઓક્શન જોઈ શકશો. 24 અને 25 નવેમ્બર એટલે કે ઓક્શનના બંને દિવસોનો સમય એક જ છે. તમે ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેગા ઓક્શન જોઈ શકશો. મોબાઈલ પર Jio સિનેમા એપ પર મેગા ઓક્શન જોઈ શકાશે. 

574 ખેલાડીઓ માટે પર બિડિંગ થશે

IPL 2025ના મેગા ઓક્શન માટે કુલ 574 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓ સામેલ છે. જોકે ઓક્શનમાં માત્ર 204 ખેલાડીઓ જ ખરીદી શકાશે. બાકીના બધા અનસોલ્ડ રહેશે. આ પહેલા તમામ ટીમોએ પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે.

IPL 2025ના મેગા ઓક્શન માટે 13 દેશોના કુલ 574 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સ્કોટલેન્ડનો એક ખેલાડી અને ઝિમ્બાબ્વેના 3 ખેલાડી સામેલ છે. આ મેગા ઓક્શનમાં 81 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે જ્યારે 27 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા છે. જ્યારે 18 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1.25 કરોડ રૂપિયા છે.

મેગા ઓક્શનમાં ઘણા ભારતીય સુપરસ્ટાર્સ સામેલ છે

IPL 2025ના મેગા ઓક્શનમાં ઘણા ભારતીય સુપરસ્ટાર્સ સામેલ છે. તેમાં કેએલ રાહુલ, રિષભ પંત, શ્રેયસ ઐયર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ જેવા મોટા ભારતીય ખેલાડીઓ હશે. આ સિવાય ઘણા વિદેશી દિગ્ગજો પણ ઓક્શનમાં ભાગ લેશે. વિદેશી ખેલાડીઓમાં ગ્લેન મેક્સવેલ, ફાફ ડુ પ્લેસિસ, જોસ બટલર, ડેવિડ વોર્નર, ટિમ ડેવિડ, માર્કો યાનસેન, ગેરાલ્ડ કોએત્ઝી અને મિચેલ સ્ટાર્ક જેવા મોટા નામ સામેલ છે.

આ સમાચાર શેર કરો