WPL 2026 / ક્યારથી શરૂ થઈ રહી છે વિમેન્સ પ્રીમિયર લીગ, ક્યાં જોઈ શકશો લાઈવ મેચ? અહીં જાણો દરેક વિગતો

વિમેન્સ ક્રિકેટના ફેન્સ માટે સારા સમાચાર છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની રાહ પૂરી થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની ચોથી સિઝન આવતીકાલ એટલે કે 9 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે અને આ વખતે પણ રોમાંચ, મોટી મેચો અને સ્ટાર્સ વચ્ચે ટક્કર જોવા મળશે. ચાલો તમને WPL 2026 અંગેની દરેક વિગતો જણાવી દઈએ.
WPL 2026 ક્યારે શરૂ થશે?
વિમેન્સ પ્રીમિયર લીગ 2026 આવતીકાલ (9 જાન્યુઆરી) થી શરૂ થવાની છે. પહેલી મેચ નવી મુંબઈમાં રમાશે. ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને મજબૂત ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) નો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની મેચ હંમેશા સમાચારમાં રહે છે, જેના કારણે પહેલી મેચ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
WPLની અત્યાર સુધીની સફર કેવી રહી છે?
વિમેન્સ પ્રીમિયર લીગની અત્યાર સુધી ત્રણ સિઝન રમાઈ છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે બે વાર ટાઈટલ જીત્યું છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ એકવાર ચેમ્પિયન બની છે. દિલ્હી કેપિટલ્સની ટીમ પણ દરેક સિઝનમાં પ્રભાવશાળી રહી છે, તે સતત અત્યાર સુધીની દરેક સિઝનમાં ફાઈનલમાં પહોંચી છે, જોકે તે હજુ સુધી ટ્રોફી નથી જીતી શકી.
મેચ ક્યાં અને કેવી રીતે જોવી?
ફેન્સ WPL 2026ની બધી મેચો તેમના ઘરમાં આરામથી સરળતાથી જોઈ શકે છે. આ ટુર્નામેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે બધી મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને તેની વેબસાઈટ પર મોબાઈલમાં જોઈ શકાશે.
કેટલી ટીમો ભાગ લેશે?
વિમેન્સ પ્રીમિયર લીગ 2026માં કુલ પાંચ ટીમો ભાગ લઈ રહી છે.
- મુંબઈ ઈન્ડિયન્સ
- દિલ્હી કેપિટલ્સ
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- ગુજરાત જાયન્ટ્સ
- યુપી વોરિયર્સ
આ સિઝનમાં કુલ 22 મેચો રમાશે, જેમાં ફેન્સને ભરપૂર એક્શન જોવા મળશે.
મેચનો સમય અને ફાઈનલની તારીખ
ટુર્નામેન્ટમાં બે પ્રકારની મેચો હશે. બપોરના મેચો બપોરે 3:00 વાગ્યે શરૂ થશે, જ્યારે સાંજના મેચો સાંજે 7:30 વાગ્યે રમાશે. એલિમિનેટર અને ફાઈનલ માટે વડોદરાના સ્ટેડિયમને પસંદ કરવામાં આવ્યું છે. WPL 2026 ફાઈનલ 5 ફેબ્રુઆરીએ રમવાની છે.

